નાના પાટેકરે તોડ્યુ મૌન, 10 વર્ષ પહેલા કહી આટલી મોટી વાત, ચોંકી જશો

તનુશ્રી દત્તાના આરોપો બાદ અભિનેતા નાના પાટેકર સવાલોથી ઘેરાયેલા છે. 10 વર્ષ પહેલા તેમણે આ મામલે ખુલીને વાત કરી હતી અને પોતાના પર લાગેલા આરોપો પર જવાબો આપ્યા હતા.

તનુશ્રી દત્તાના આરોપો બાદ અભિનેતા નાના પાટેકર સવાલોથી ઘેરાયેલા છે. હાલમાં જ તેમણે આ મામલે સ્પષ્ટતા આપવાનો પણ ઈનકાર કરી દીધો છે અને પ્રેસ કોન્ફરન્સ રદ કરી દીધી છે. 2008 માં જ્યારે આ ઘટના બની હતી ત્યારે પણ નાના પર કંઈક આવી જ મુસીબત આવી હતી. 10 વર્ષ પહેલા તેમણે આ મામલે ખુલીને વાત કરી હતી અને પોતાના પર લાગેલા આરોપો પર જવાબો આપ્યા હતા.

આ ઈન્ટરવ્યુમાં તેમણે તનુશ્રીને પોતાની દીકરીથી પણ નાની છોકરી ગણાવી. તેમણે કહ્યુ કે, 'હું પહેલા દિવસથી જ તેને દીકરી બોલાવતો હતો. મને ખબર પણ નહોતી કે મારા પર આવા આરોપો લાગી રહ્યા છે, હું મીડિયા સાથે વાત નહોતો કરવા ઈચ્છતો પરંતુ મારી ટીમ અને ડાયરેક્ટરે કહ્યુ કે બહુ ગંદા આરોપો લાગી રહ્યા છે તમારા પર. તમારે બોલવુ જોઈએ.' નાનાનું કહેવુ હતુ કે 'દીકરીએ વિચારવુ જોઈએ એ કેમ બોલી રહી છે. મને બહુ ગંદુ લાગી રહ્યુ છે.' તેમણે કહ્યુ કે '35 વર્ષથી મારા પર આવા આરોપ કોઈએ નથી લગાવ્યા.'

મને ડાંસ આવડતો જ નથી

મને ડાંસ આવડતો જ નથી

તેમણે એ સીન વિશે જણાવ્યુ કે મને ડાંસ આવડતો જ નથી. તેણે કહ્યુ હતુ કે હું પહેલા પ્રેકટીસ કરી લઉ ત્યાં સુધી તમે આરામ કરી લો... પછી તે પાછી આવી જ નહિ. હું સ્ટેજ પર એટલા માટે હાજર હતો કે હું જોઈને ડાંસ શીખી શકુ કારણકે મને આવડતો નહોતો. મારે તે સીનમાં દીકરીને અડવાનું પણ નહોતુ પરંતુ મારે દૂર ભાગવાનું હતુ. તેણે કહ્યુ એવુ કંઈ બન્યુ જ નથી. તેમણે કહ્યુ કે મને આ વિશે વધારે બોલવામાં પણ ઘિન્ન આવી રહી છે. આગળ જાણો, આ મામલે કેટલીક ચોંકાવનારી વાતો -

મોટી બબાલ

મોટી બબાલ

2008 માં જ્યારે આ ઘટનના બની હતી ત્યારે માત્ર મીડિયામાં જ નહિ પરંતુ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ હોબાળો થયો હતો.

ગેરવર્તણૂકનો વીડિયો

ગેરવર્તણૂકનો વીડિયો

આ ઘટના દરમિયાન અમુક ગુંડાઓએ તનુશ્રીની ગાડી પર હુમલો કરી દીધો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે મીડિયા પર ત્યાં હાજર હતી. દ્રશ્ય ખૂબ ભયાવહ હતુ. ગાડીની અંદર બેઠેલી તનુશ્રી ખૂબ ડરી ગયેલી દેખાઈ રહી હતી. તનુશ્રીનું કહેવુ છે કે નાનાએ મનસેના ગુંડાઓને બોલાવ્યા હતા. આ વીડિયો 10 વર્ષ બાદ હાલમાં જબરદસ્ત વાયરલ થયો છે.

ત્યારે મીડિયામાં ન આવી તનુશ્રી

ત્યારે મીડિયામાં ન આવી તનુશ્રી

10 વર્ષ પહેલા તનુશ્રીએ આ ઘટના અંગે અવાજ ઉઠાવ્યો હતો પરંતુ આ વખતની જેમ મીડિયા સામે તેણે ક્યારેય ખુલ્લેઆમ વાત નહોતી કરી.

નાનાની પ્રેસ કોન્ફરન્સ

નાનાની પ્રેસ કોન્ફરન્સ

હોબાળો એટલો વધી ગયો હતો કે નાનાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ રાખી અને તનુશ્રીના આરોપને બિલકુલ ખોટા ગણાવ્યા. તેમણે 35 વર્ષના કેરિયરનો હવાલો આપતા એમ પણ કહ્યુ કે આજ સુધી મારી વિરુદ્ધમાં કોઈએ આવુ નથી કહ્યુ.

મળી ગયો સાથ

મળી ગયો સાથ

આ મામલે 10 વર્ષ બાદ જ્યારે ફરીથી એક વાર તનુશ્રીએ નાના પર હુમલો કર્યો તો તેમને માત્ર મીડિયાનો નહિ પરંતુ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોનો સાથે મળી ગયો છે.

નાનાની વિરુદ્ધમાં

નાનાની વિરુદ્ધમાં

જ્યાં એક તરફ ઘણા લોકો નાનાના સપોર્ટમાં આવ્યા છે. તો ઘણા લોકો ઈનડાયરેક્ટરે તેમની વિરુદ્ધમાં પણ બોલ્યુ છે.

શું ઈચ્છે છે તનુશ્રી

શું ઈચ્છે છે તનુશ્રી

10 વર્ષ બાદ આ મામલો ફરીથી ઉઠાવવા પાછળ તનુશ્રી ઈચ્છે છે કે નાનાને ઈન્ડસ્ટ્રી બોયકોટ કરી દે. તેમની સાથે કોઈ કામ ન કરે. આ વાત તેણે પ્રેસકોન્ફરન્સમાં કરી છે. તેનું કહેવુ છે કે 10 વર્ષ પહેલા જેવુ મને અનુભવાયુ હતુ. નાનાને પણ તે જ મળવુ જોઈએ.

લીગલ નોટિસ

લીગલ નોટિસ

નાના, વિવેક અગ્નિહોત્રી અને મનસેએ તનુશ્રીને લીગલ નોટિસ પણ આપી હતી. જો કે તનુશ્રીનું કહેવુ છે કે તે કોઈનાથી ડરતી નથી.

રદ કરી દીધી પ્રેસ કોન્ફરન્સ

રદ કરી દીધી પ્રેસ કોન્ફરન્સ

નાના હાલમાં હાઉસફૂલ 4 નું શૂટિંગ કરવામાં બિઝી હતા. તેમણે કહ્યુ હતુ કે પાછા આવીને મીડિયા સાથે વાત કરશે પરંતુ પાછા આવતા જ તેમણે પ્રેસ કોન્ફરન્સ રદ કરી દીધી. આટલુ જ નહિ તે આ પહેલા પણ મીડિયાને ખરાબ રીતે અવોઈડ કરતા દેખાયા.

અક્ષય-સલમાન પર હુમલો

અક્ષય-સલમાન પર હુમલો

આ મામલે તનુશ્રીએએ મોટા મોટા સ્ટાર્સ પર હુમલો કર્યો છે. તેણે પહેલા કહ્યુ હતુ કે અક્ષય અને રજનીકાંત જેવા સ્ટાર્સ આવા વ્યક્તિ સાથે કામ કરશે તો પ્રોત્સાહન તો મળશે જ. વળી, હાલમાં એક સવાલના જવાબમાં સલમાનનને પણ વચ્ચે લાવી દીધો. એક સવાલના જવાબમાં તેણે કહ્યુ હતુ કે ના તો સલમાન ખાન ભગવાન છે કે ના બિગ બોસ સ્વર્ગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X