Pics : નસીરુદ્દીનનો વધુ એક દમદાર અવતાર : જ્હૉન ડે

મુંબઈ, 1 ઑગસ્ટ : ભારતીય સિનેમાના આઇકૉન ગણાતાં નસીરુદ્દીન શાહનો વધુ એક દમદાર અવતાર જ્હૉન ડે તરીકે થવા જઈ રહ્યો છે. આસિફ, અંજુમ રિઝવી તથા આતિફ એ ખાન નિર્મિત અને અહિશોર સોલોમન દિગ્દર્શિત-લિખિત જ્હૉન ડે ફિલ્મમાં નસીરુદ્દીન શાહ પુનઃ ઍ વેડનસડે જેવા અનોખા ગેટ-અપમાં નજરે પડનાર છે. ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થઈ ગયો છે કે જેમાં નસીરુદ્દીન શાહ અને રણદીપ હુડા દેખાય છે.

જ્હૉન ડે ફિલ્મ આવતા મહીનાની 13મી તારીખે રિલીઝ થવાની છે કે જેનો સામનો ઝંજીર જેવી મોટા બૅનરની ફિલ્મ સાથે થનાર છે, પરંતુ જે ફિલ્મમાં નસીરુદ્દીન જેવા કલાકાર હોય, તેને બૅનરનો પ્રશ્ન નડતો નથી. ફિલ્મની મજબૂત સ્ક્રિપ્ટના પગલે નસીરુદ્દીન શાહ અહિશોર સોલોમનની ઑફર સ્વીકારવા સિવાય ન રહી શક્યાં.

બહેતરીન કલાકાર નસીરુદ્દીન શાહે તાજેતરમાં જ 62મો જન્મ દિવસ ઉજવ્યો છે, પરંતુ આજે પણ તેમની ટીઆરપી ઘણી હાઈ છે. એટલે જ તો 62 વર્ષની વયે પણ નાસિર સાથે આજની તિતલીઓ બોલ્ડ દૃશ્યો આપી રહી છે. વિદ્યા બાલન બાદ નસીરુદ્દીન ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં બૉલીવુડ દિવા માધુરી દીક્ષિત સાથે બોલ્ડ નજરે પડનાર છે.

આવો તસવીરો સાથે જાણીએ જ્હૉન ડે ફિલ્મ અંગે વધુ વિગતો :

જ્હૉન ડે નસીરુદ્દીન

જ્હૉન ડે નસીરુદ્દીન

જ્હૉન ડે ફિલ્મમાં નસીરુદ્દીન શાહે પોતે જ જ્હૉન ડેનો રોલ કર્યો છે. તેથી અંદાજો લગાવી શકાય કે ફિલ્મનો આખો ભાર તેમના જ કંધે છે.

સબસે તાકતવર જાનવર ઇંસાન

સબસે તાકતવર જાનવર ઇંસાન

જ્હૉન ડે ફિલ્મમાં રણદીપ હુડા કૉપનો રોલ કરી રહ્યાં છે કે જેનું નામ છે ગૌતમ. ફિલ્મમાં રણદીપનું ડાયલૉગ ‘દુનિયા કા સબસે ખતરનાક જાનવર ઇંસાન હૈ....' ઉત્સુકતા પેદા કરી રહ્યું છે.

પ્રિયંકાને કિસ

પ્રિયંકાને કિસ

વિશાલ ભારદ્વાજની ફિલ્મ સાત ખૂન માફમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે નસીરુદ્દીન શાહે લિપલૉક સીન્સ આપી તહેલકો મચાવી દીધો હતો. આ સીન્સના ચારે બાજુ બહુ વખાણ થયા હતાં.

વિદ્યા સાથે ઇશ્ક

વિદ્યા સાથે ઇશ્ક

વર્ષ 2010ની સુપર હિટ ફિલ્મ ઇશ્કિયામાં નસીરુદ્દીન અને વિદ્યા બાલન વચ્ચે બહુ હૉટ રોમાંસ હતો. ફિલ્મમાં વિદ્યા-નાસિર વચ્ચે અનેક અંતરંગ દૃશ્યો હતાં.

વિદ્યા સાથે પુનઃ ડર્ટી

વિદ્યા સાથે પુનઃ ડર્ટી

2011ની સુપર હિટ ફિલ્મ ધ ડર્ટી પિક્ચરમાં વિદ્યા અને નાસિર પુનથ ઇંટીમેટ થયા હતાં.

માધુરી સાથે થશે ઇંટીમેટ

માધુરી સાથે થશે ઇંટીમેટ

નસીરુદ્દીન હવે વિશાલ ભારદ્વાજની ડેઢ ઇશ્કિયામાં માધુરી દીક્ષિત સાથે ઇંટીમેટ સીન્સ આપશે.

સન્નીને પણ કરશે કિસ

સન્નીને પણ કરશે કિસ

કૈઝાદ ગુસ્તાદની જૅકપૉટ ફિલ્મમાં નાસિર અને સન્ની લિયોન વચ્ચે ઇંટીમેટ સીન્સ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X