નસીરુદ્દીન શાહનુ વિવાદિત નિવેદન, કહ્યુ - 'રેફ્યુજી હતા મુઘલ, દેશમાં મુસ્લિમને ડરાવામાં આવી રહ્યા છે'
નસીરુદ્દીન શાહ અને વિવાદોને બહુ જૂનો સંબંધ છે. એક વાર ફરીથી તેમણે કંઈક એવુ કહી દીધુ છે જેના પર હોબાળો મચી ગયો છે.
મુંબઈઃ દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ અને વિવાદોને બહુ જૂનો સંબંધ છે. એક વાર ફરીથી તેમણે કંઈક એવુ કહી દીધુ છે જેના પર હોબાળો મચી ગયો છે. પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહે મુઘલોને રેફ્યુજી ગણાવીને કહ્યુ કે 'આપણે જ્યારે પણ તેમનો ઉલ્લેખ કરીએ ત્યારે તેમના કથિત અત્યાચારની વાતો થવા લાગે છે, જ્યારે આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે મુઘલો એ જ લોકો છે જેમણે આ દેશને ખાતર પોતાનુ યોગદાન આપ્યુ, આ એ લોકો છે જેમણે અહીં ઈમારતો બનાવી, કલા સંસ્કૃતિને આગળ વધવાનો મોકો આપ્યો.'

રેફ્યુજી હતા મુઘલ, દેશમાં મુસ્લિમોને ડરાવવામાં આવી રહ્યા
નસીરુદ્દીન શાહે આગળ કહ્યુ, 'જેમની સંસ્કૃતિમાં નાચવુ, ગાવુ, ચિત્રકારી, સાહિત્ય છે, મુઘલ અહીં આવ્યા હતા વસવા માટે અને આ દેશને પોતાનો બનાવવા માટે તેમના માટે શરણાર્થી શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. વાયરને આપેલા ઈન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહે કહ્યુ કે ધર્મ સંસદમાં જે કંઈ પણ કહેવામાં આવ્યુ તેને જોઈને ઘણી નવાઈ લાગે છે. આ તો ગૃહયુદ્દને પ્રોત્સાહન આપનારુ છે.'

'દેશમાં મુસ્લિમોને ડરાવવાની કોશિશ થઈ રહી છે'
તેમણે આગળ કહ્યુ કે દેશમાં મુસ્લિમોને ડરાવવાની કોશિશ થઈ રહી છે. ચર્ચ-મસ્જિદ તોડવામાં આવી રહ્યા છે. જો મંદિર તોડવામાં આવે તો વિચારો કેવુ લાગશે? નસીરુદ્દીન શાહનુ માનવુ છે કે, 'અમુક લોકો મુસલમાનોના નરસંહારનુ આહ્વાન કરી રહ્યા છે, સત્તાધારી દળ અલગાવવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ઔરંગઝેબને બદનામ કરવામાં આવી રહ્યો છે.'

નસીરુદ્દી શાહને ટ્રોલ કરવામાં આવી રહ્યા
નસીરુદ્દીન શાહના આ નિવેદનના વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. લોકો જોરદાર નસીરુદ્દીન શાહને કોસવા લાગ્યા અને આના કારણે નસીરુદ્દીન શાહને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એક યુઝરે શાહનો ક્લાસ લઈને કહ્યુ કે, 'મુઘલ શરણાર્થી નહિ આક્રમણકારી હતા. તે સશસ્ત્ર હુમલાખોર હતા, જે ભારતમાં શરણ લેવા માટે નહિ પરંતુ ભારતીય પ્રાયદ્વીપમાં તત્કાલીન રાજ્યો વચ્ચે થયેલી ફૂટનો ફાયદો ઉઠાવવા માટે આવ્યા હતા. જે વિસ્તારની વાત તમે કરી રહ્યા છો, તે ભારતમાં મુઘલોના આવવા પહેલેથી હતુ.'
|
તો અફઘાનિસ્તાનમાં કલા, સંસ્કૃતિ કેમ નથી દેખાઈ રહી?
કોઈએ લખ્યુ કે, 'જો મુઘલો એટલા સારા હતા તો પછી અફઘાનિસ્તાનમાં અત્યારે કલા, સંસ્કૃતિ કેમ નથી દેખાઈ રહી.' અન્ય યુઝરે કહ્યુ, 'હવે શું...મુઘલ કોઈ પેરેલલ યુનિવર્સમાંથી હતા? નફરત ફેલાવવાની કોશિશ ના કરો.' સોશિયલ મીડિયા પર હોબાળો મચેલો છે અને લોકો નસીરુદ્દીન શાહ સામે જોરદાર નિવેદનબાજી કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
