National Awards : નેશનલ એવોર્ડમાં પુષ્પા છવાઈ, અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો
દિલ્હી ખાતેથી 69માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત થઈ છે. દેશના ફિલ્મી દુનિયામાં મહત્વના ગણાતા આ એવોર્ડમાં પહેલી વખત કોઈ તમિલ અભિનેતાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.
તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુને ફિલ્મ પુષ્પા ધ રાઇઝ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો છે. આ સાથે જ તે આ એવોર્ડ જીતનાર પ્રથમ તેલુગુ અભિનેતા પણ બની ગયા છે.

આ સિવાય આલિયા ભટ્ટ અને કૃતિ સેનનને ગંગુબાઈ કાઠિયાવાડી અને મિમી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. યાદી જાહેર કરતાં દિગ્દર્શક કેતન મહેતાએ જણાવ્યું કે, વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ, છેલ્લો શોને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ અને 777 ચાર્લીએ શ્રેષ્ઠ કન્નડ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ એક્શન ડિરેક્શન અને બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ ફિલ્મ RRRને મળ્યો છે. આ સાથે રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. પલ્લવી જોશીને કાશ્મીર ફાઇલ્સ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી અને પંકજ ત્રિપાઠીને મિમી માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.
આ સિવાય RRRને શ્રેષ્ઠ મનોરંજન પુરૂ પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. શ્રેયા ઘોષાલને ફિલ્મ ઈરાવિન નિઝાલના ગીત માયાવા છાયાવા માટે શ્રેષ્ઠ મહિલા બ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો છે. કાલા ભૈરવને ફિલ્મ RRRના ગીત કોમુરામ ભીમુડો માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો છે.












Click it and Unblock the Notifications
