For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્સ કેસમાં ફરીથી ભારતી સિંહ અને હર્ષની મુશ્કેલીઓ વધી, NCBએ દાખલ કરી 200 પાનાંની ચાર્જશીટ

કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયા સામે ડ્રગ્સ મામલે મુંબઈ એનસીબીએ 200 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયા સામે ડ્રગ્સ મામલે મુંબઈ એનસીબીએ 200 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ટૂંક સમયમાં બંને સામે કોર્ટમાં સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે એનસીબીએ ડ્રગ્સ કનેક્શન ધરાવતા ઘણા કલાકારોના નામનો પર્દાફાશ કર્યો હતો. જેમાં આર્યન ખાનથી લઈને ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાનુ નામ પણ સામેલ હતુ.

ભારતી સિંહના ઘરેથી મળી હતી ડ્ર્ગ્સ

ભારતી સિંહના ઘરેથી મળી હતી ડ્ર્ગ્સ

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં 21 નવેમ્બરે મુંબઈ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓ સામે ભારતી સિંહે દાવો કર્યો હતો કે તેણે પોતાના પતિ દ્વારા ખરીદેલા ગાંજાનુ સેવન કર્યુ હતુ. એનસીબીએ એ પણ કહ્યુ હતુ કે દંપત્તિના વર્સોવાના ઘરે સર્ચ અભિયાનમાં કથિત રીતે તેમને 65 ગ્રામ ગાંજો અને 21.5 ગ્રામ ભાંગ સાથે એક બેગ મળી હતી. ત્યારબાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં મુંબઈની કોર્ટે બંને પાસેથી 15,000 રૂપિયાની સિક્યોરિટીની રકમ જમા કરાવી હતી અને જામીન મંજૂર કર્યા હતા. પરંતુ સાથે જ એનસીબીએ કહ્યું કે ભારતી સિંહ અને હર્ષની સુનાવણી વિના જ જામીન આપી દેવામાં આવી છે.

એનસીબીએ ડ્રગ્સ રેકેટનો કર્યો હતો પર્દાફાશ

એનસીબીએ ડ્રગ્સ રેકેટનો કર્યો હતો પર્દાફાશ

તમને જણાવી દઈએ કે 14 જૂન 2020ના રોજ પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપુરની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર બૉલિવુડ જગતને હચમચાવી દીધુ હતુ. અભિનેતાના મૃત્યુ બાદ NCBએ અનેક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ યાદીમાં પહેલું નામ રિયા ચક્રવર્તીનુ હતુ. આ પછી NCBએ એક પછી એક બૉલિવુડ સેલેબ્સ પર ગાળિયો કસ્યો. આ ક્રમમાં ભારતી સિંહ અને તેના પતિ હર્ષને પણ લપેટામાં લેવામાં આવ્યા હતા.

બંનેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

બંનેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

ભારતી અને હર્ષના ઘરેથી ડ્રગ્સ મળ્યા બાદ બંનેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને 4 ડિસેમ્બર 2020 સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેના વકીલો, અયાઝ ખાન અને ઝહરા ચરનિયાએ કોર્ટમાં દલીલ કરી હતી અને કહ્યુ હતુ કે ભારતી સિંહ અને તેના પતિ પાસેથી કથિત રીતે મળી આવેલ નશીલા પદાર્થોની માત્રા ઘણી ઓછી છે. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે રિકવરીનુ પ્રમાણ ખૂબ ઓછુ હોવાથી તેને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ જામીનપાત્ર ગુનો બનાવે છે. બાદમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 15,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવ્યા બાદ બંનેને જામીન આપ્યા હતા.

English summary
NCB files 200 page Chargesheet against Bharti Singh and her husband Harsh Limbachiya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X