અજય દેવગણની ફિલ્મ ‘તાનાજી'નુ ટ્રેલર જોઈ ભડક્યા NCP નેતા, ખુલ્લેઆમ આપી ધમકી

અજય દેવગણની ફિલ્મ તાનાજીનુ ટ્રેલર રિલીઝ થવા સાથે જ આના માટે એનસીપી નેતાએ વિવાદ ઉભો કરી દીધો છે અને તેમણે ફિલ્મના નિર્માતાને ખુલ્લી ધમકી આપી છે.

અજય દેવગણની ફિલ્મ તાનાજીનુ ટ્રેલર રિલીઝ થવા સાથે જ આના માટે એનસીપી નેતાએ વિવાદ ઉભો કરી દીધો છે અને તેમણે ફિલ્મના નિર્માતાને ખુલ્લી ધમકી આપી છે. એનસીપી નેતા અને ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડે તાનાજી ફિલ્મ માટે ધમકીભર્યુ ટ્વિટ કર્યુ છે અને ફિલ્મના ટ્રેલરમાં બતાવેલ પ્રસંગોને ઈતિહાસથી વિપરીત ગણાવીને તેને તરત જ બદલવા માટે કહ્યુ છે.

ટ્વિટ કરીને આપી ધમકી

ટ્વિટ કરીને આપી ધમકી

જિતેન્દ્ર અવ્હાડે ટ્વિટ કરીને લખ્યુ છે કે ઓમ રાઉત, મે તમારી ફિલ્મ તાનાજીનુ ટ્રેલર જોયુ, તેમાં અમુક એવી સીન દર્શાવવામાં આવ્યા છે કે જે ઈતિહાસમાં નથી અને સંપૂર્ણપણે ખોટા છે. તમે એમાં ત્વરિત ફેરફાર કરો અથવા હું મારી રીતે આના પર ધ્યાન આપીશ. આગળ અવ્હાડે ખુલ્લી રીતે લખ્યુ છે કે આને તમે મારી ધમકી સમજશો તો પણ ચાલશે. તમને જણાવી દઈએ કે અજય દેવગણની ફિલ્મ તાનાજી એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે અને તેનુ ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે.

છત્રપતિ શિવાજીના સેનાપતિ

છત્રપતિ શિવાજીના સેનાપતિ

ફિલ્મ તાનાજીમાં અજય દેવગણ છત્રપતિ શિવાજીના સેનાપતિ સૂબેદાર તાનાજી માલુસરેની ભૂમિકા નિભાવી રહ્યા છે. તાનાજી શિવાજી મહારાજના સેનાપતિ હતા અને તેમની વીરતાના કારણે તે સિંહના નામથી પ્રખ્યાત થયા હતા. ખુદ શિવાજી તેમને સિંહ કહેતા હતા અને 1670માં કોણ્ડાણા કિલ્લાની જીત સમયે તાનાજી વીરગતિ પામ્યા હતા.

શું છે ઈતિહાસ

શું છે ઈતિહાસ

વાસ્તવમાં શિવાજી સિંહગઢ એટલે કે કોણ્ડાણા જિલ્લાને જીતવા માટે નીકળ્યા તે વખતે તાનાજી પોતાના પુત્રના વિવાહમાં વ્યસ્ત હતા. પરંતુ શિવાજીએ તાનાજીને પત્ર લખીને તેમને યુદ્ધમાં શામેલ થવા માટે કહ્યુ હતુ ત્યારબપાદ વિવાહનો કાર્યક્રમ છોડીને તાનાજી યુદ્ધમાં જતા રહ્યા અને વીરગતિ પામ્યા. એ વખતે શિવાજીએ કહ્યુ હતુ કે ગઢ તો હાથમાં આવ્યો પરંતુ મારો સિંહ જતો રહ્યો. આ યુદ્ધ બાદથી કોણ્ડાણાને સિંહગઢ નામે ઓળખવામાં આવે છે.

ફિલ્મમાં અજય, સૈફ, કાજોલ

ફિલ્મમાં અજય, સૈફ, કાજોલ

તમને જણાવી દઈએ કે ફિલ્મ તાનાજીમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે. અજય દેવગણની આ 100મી ફિલ્મ છે. ફિલ્મમાં અજય દેવગણ સાથે સૈફ અલી ખાન પણ જોવા મળશે. બંનેએ છેલ્લી વાર એકસાથે 2004માં ઓમકારા ફિલ્મમાં સાથે કામ કર્યુ હતુ. ફિલ્મમાં અજય દેવગણ સાથે તેમની પત્ની કાજોલ પણ એક સાથે ઘણા લાંબા સમય બાદ મોટા પડદે દેખાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X