રેખા-ઐશ બાદ હવે નીતૂ બનશે ઉમરાવ જાન
મુંબઈ, 31 ઑક્ટોબર : સાંભળીને આશ્ચર્ય થયુંને આપને? પણ હકીકત આ જ છે કે અભિનેત્રી નીતૂ ચંદ્રા ઉમરાવ જાન બનવાની તૈયારી કરી રહ્યાં છે. અરે નહીં, સિલ્વર સ્ક્રીન ઉપર નહીં, પણ થિયેટરની દુનિયામાં. નીતૂ ચંદ્રા થિયેટરની દુનિયામાં પ્રવેશવા જઈ રહ્યાં છે. તેમના પ્રથમ પ્લેનું નામ છે ઉમરાવ જાન કે જેના માટે નીતૂ બહુ વધુ ઉત્સાહિત છે.

નીતૂ ચંદ્રાએ ગરમ મસાલા તથા ઓય લકી લકી ઓય જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યાં છે. 1981માં આવેલી ફિલ્મ ઉમરાવ જાનમાં લીડ રોલ રેખાએ કર્યો હતો અને ઉમરાવ જાનના પાત્રને અમર બનાવી દીધુ હતું. આ ફિલ્મ માટે રેખા નેશનલ ઍવૉર્ડથી પણ સન્માનાયા હતાં. જોકે પછી જે પી દત્તાએ પણ ઉમરાવ જાનની રીમેક બનાવી કે જેમાં ઐશ્વર્યા રાય હતાં, પણ ફિલ્મ ચાલી નહીં. જોઇએ હવે નીતૂ ચંદ્રાના નાટક ઉમરાવ જાનને કેવોક પ્રતિસાદ મળે છે?












Click it and Unblock the Notifications
