Neha Kakkar Pregnant: પ્રેગ્નેન્ટ છે નેહા કક્કડ, બેબી બંપ ફ્લૉન્ટ કરતો ફોટો આવ્યો સામે

નેહા કક્કડે પોતાના પતિ રોહનપ્રીત સિંહ(Rohanpreet Singh) સાથે બેબી બંપ ફ્લૉન્ટ કરતો ફોટો શેર કર્યો છે.

Neha Kakkar Pregnant: બૉલિવુડ સિંગર નેહા કક્કડ પ્રેગ્નેન્ટ છે. લગ્નના દોઢ મહિના બાદ જ નેહા કક્કડે પોતાના પતિ રોહનપ્રીત સિંહ(Rohanpreet Singh) સાથે બેબી બંપ ફ્લૉન્ટ કરતો ફોટો શેર કર્યો છે. નેહા કક્કડે ઓક્ટોબર 2020માં રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા અને શુક્રવાર 18 ડિસેમ્બર 2020એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બેેબી બંપવાળો ફોટો શેર કર્યો છે. નેહા કક્કડની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે. ફોટા સાથે જો કે નેહાની પ્રેગ્નેન્સી વિશે તો કંઈ નથી લખ્યુ પરંતુ તેના હેશટેગ એ બધાને "#KhyaalRakhyaKar" કન્ફર્મ હોવાનુ કારણ આપી દીધુ છે.

પતિ રોહનપ્રીત સિંહે નેહાની પોસ્ટ પર કર્યુ રિપ્લાય

પતિ રોહનપ્રીત સિંહે નેહાની પોસ્ટ પર કર્યુ રિપ્લાય

નેહા કક્કડે અને રોહનપ્રીત સિંહ બંનેએ એક જ ફોટો શુક્રવારે 18 ડિસેમ્બરે પોત-પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. બંનેએ કેપ્શનમાં હેશટેગ #KhyaalRakhyaKar જ લખ્યુ છે. પરંતુ નેહાની પોસ્ટ પર પતિ રોહનપ્રીત સિંહે રિપ્લાઈ પણ કર્યુ છે. રોહનપ્રીત સિંહે નેહાની પોસ્ટ પર રિપ્લાઈ કરીને લખ્યુ છે, 'હવે તો કંઈક ખાસ ખ્યાલ રાખવો પડશે નેહુ'. રોહનપ્રીત સિંહની આ કમેન્ટ બાદ ફેન્સે પણ નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહને માતાપિતા બનવાના અભિનંદન આપ્યા છે.

સેલિબ્રિટી દોસ્તોએ કમેન્ટમાં લખ્યુ - બધાઈ હો

સેલિબ્રિટી દોસ્તોએ કમેન્ટમાં લખ્યુ - બધાઈ હો

નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના ફેન્સે જ નહિ પરંતુ બૉલિવુડ સેલિબ્રિટી દોસ્તોએ પણ તેમને કમેન્ટમાં બધાઈ લખી રહ્યા છે. ટીવી હસ્તીમાં જય ભાનુશાળી સહિત ઘણા લોકોએ નેહાએ અભિનંદન આપ્યા છે. વળી, નેહાના અમુક ફેન્સે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યુ છે..કારણકે બધુ જલ્દી જલ્દી થઈ રહ્યુ છે. નેહાએ રોહનપ્રીત સાથે ઓક્ટોબર 2020માં લગ્ન કર્યા હતા અને પ્રેગ્નેન્સી ડિસેમ્બરમાં... આ સવાલ પણ ફેન્સ પૂછી રહ્યા છે.

નેહાના બેબી બંપવાળો ફોટો વાયરલ

નેહાના બેબી બંપવાળો ફોટો વાયરલ

નેહા કક્કડની લગ્નની જેમ તેની પ્રેગ્નેન્સીવાળા સમાચાર અને બેબી બંપવાળો ફોટો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. નેહાનો ફોટો શેર થયા બાદ એક જ કલાકમાં 9 લાખથી 75 હજાર લાઈક્સ હતી. વળી, હજારો લોકોએ ફોટો પર કમેન્ટ પણ કરી છે. નેહા અને રોહનપ્રીત હાલમાં જ કપિલ શર્મા શોમાં દેખાયા હતા. બંનેએ શોમાં જણાવ્યુ હતુ કે તે લગ્ન પહેલા એકબીજાને માત્ર ચાર-પાંચ મહિનાથી જ જાણતા હતા. બંનેની મુલાકાત એક ગીતના શૂટિંગ દરમિયાન થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X