અફેરની અફવાઓથી હેરાન થઈ નેહા કક્કડ, ‘એટલી હદ ના કરો કે..'
જાણીતી સિંગર અને ઈન્ડિયન આઈડલની જજ નેહા કક્કડે પોતાના ફેન્સને ચિંતામાં મૂકી દીધા. વાસ્તવમાં તેણે દુઃખ અને પોતાનુ જીવન ખતમ કરવાના વિચારને પોસ્ટ કર્યો હતો.
જાણીતી સિંગર અને ઈન્ડિયન આઈડલની જજ નેહા કક્કડે પોતાના ફેન્સને ચિંતામાં મૂકી દીધા. વાસ્તવમાં તેણે દુઃખ અને પોતાનુ જીવન ખતમ કરવાના વિચારને પોસ્ટ કર્યો હતો. નેહાએ પોતાના વિશે ઉડાવવામાં આવી રહેલી અફવાઓથી હેરાન થઈને આ પોસ્ટ કર્યુ હતુ. ઈન્ડિયન આઈડલ કન્ટેસ્ટન્ટ વિભોર પારાશર સાથે નેહાના અફેરના સમાચાર આવ્યા હતા ત્યારબાદ નેહાએ વિભોર સાથે એક કૉન્સર્ટમાં ભાગ લીધો તો આ સમાચારોએ જોર પકડી લીધુ.

‘એટલી હદ ના કરો કે પોતાનુ જીવન ખતમ કરવાનું વિચારવુ પડે'
આ અફવાઓ પર પ્રતિક્રિયા આપતા નેહાઓ પોસ્ટ લખી હતી કે - લોકો સમજ્યા વિચાર્યા વિના અફવા ફેલાવે છે કે એ કોઈના જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરશે. ભલે તે એક સેલિબ્રિટી છે, તે પહેલા વ્યક્તિ છે. આટલા હાર્ટલેસ થવાનુ બંધ કરો. કોઈના વ્યક્તિગત જીવન કે ચરિત્ર વિશે વાત કરવાનું બંધ કરો. જજ કરવાનું બંધ કરો. લોકોને શરમમાં નાખવાનુ બંધ કરો. એટલા ના કરો કે તે દુઃખમાં સરી જાય. જો તમે કોઈના પિતા કે ભાઈ છો તો શું તમે તમારી દીકરી કે બહેન સાથે આવુ કરશો? તેમણે આગળ લખ્યુ કે કોઈને એટલી હદે હેરાન ના કરો કે તે પોતાની જિંદગી ખતમ કરવા પર વિચાર કરવા લાગે. પ્લીઝ અટકી જાવ.

‘નેહાને દીદી ન કહો તો લોકો ગર્લફ્રેન્ડ કહી દે છે'
કક્કડ સાથે સંબંધની વાત વિશે જ્યારે વિભોરને સવાલ કરવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો હતો કે - તમારે આને અફવા રૂપે લેવુ જોઈએ. લોકોના વિચારો ગંદા છે. જો કોઈ તમને તમારુ કેરિયર બનાવવામાં મદદ કરી રહ્યુ છે તો એવુ એટલા માટે છે કારણકે તે તમારામાં કંઈ પ્રતિભા જુએ છે. માત્ર એટલા માટે કે હું તેમને ઈન્સ્ટાગ્રામ પર દીદી (બહેન) તરીકે ટેગ નથી કરતો, દરેક જણ વિચારવા લાગે છે કે તે મારી ગર્લફ્રેન્ડ છે.

ગયા વર્ષે હિમાંશ કોહલી સાથે થયુ નેહાનું બ્રેકઅપ
ગયા વર્ષે નેહા કક્કડનું તેના બૉયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયુ હતુ તે બાદ તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે - અત્યારે હું માત્ર એટલુ જ કહી શકુ કે સિંગલ હોવુ જિંદગીનો સૌથી સારો અહેસાસ છે. ખબર છે જ્યારે હું રિલેશનાં હતી તો હું પરિવાર અને દોસ્તોને સમય નહોતી આપી શકતી. આખો સમય એ વ્ય્કતિને આપી દીધો જે તેને લાયક નહોતો. અને આટલુ બધુ કર્યા બાદ પણ મને તેનાથી ફરિયાદો જ મળતી હતી.












Click it and Unblock the Notifications
