Netflixએ અમેરિકા, કેનેડા સહિત આ 4 દેશોમાં પાસવર્ડ શેરિંગ પર લગાવી રોક, હવે ભારતમાં થઈ શકે લાગુ
લોકપ્રિય ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સે પાસવર્ડ શેરિંગ પર દુનિયાના 4 દેશોમાં રોક લગાવી દીધી છે. માનવામાં આવી રહ્યુ છે કે હવે ટૂંક સમયમાં ભારતમાં પણ તે લાગુ કરવામાં આવશે.
Netflix Password Sharing: ઓટીટીનુ લોકપ્રિય પ્લેટફૉર્મ નેટફ્લિક્સ લોકો વચ્ચે પાસવર્ડ શેરિંગ રોકવા માટે મોટુ પગલુ લઈ રહી છે. નેટફ્લિક્સે ચાર દેશો ન્યૂઝીલેન્ડ, કેનેડા, સ્પેન અને પોર્ટુગલમાં પાસવર્ડ શેરિંગ બંધ કરી દીધુ છે. અમેરિકામાં લોકો પાસવર્ડ શેરિંગ માટે નેટફ્લિક્સને પૈસા ચૂકવી રહ્યા છે. હવે માનવામાં આવી રહ્યુ છે કે યુકેમાં પણ આ પગલુ લેવામાં આવી શકે છે. કંપનીનુ માનવુ છે કે 100 મિલિયનથી વધુ અકાઉન્ટ પાસવર્ડ શેરિંગ કરી રહ્યા છે. જેના કારણે કંપની નવા ટીવી શો અને ફિલ્મમાં રોકાણ નથી કરી શકતુ.

પરિવાર સિવાય કોઈ સાથે પાસવર્ડ શેર કર્યો તો ચાર્જ વસૂલશે
નેટફ્લિક્સનો બ્લોગપોસ્ટ જણાવે છે કે છેલ્લા એક વર્ષથી અમે આ સમસ્યાને ઉકેલવા માટે લેટિન અમેરિકામાં વિકલ્પો શોધી રહ્યા છીએ. અમે આગામી મહિનાઓમાં આ પહેલને વધુ દેશોમાં વિસ્તારીશુ. તેની શરૂઆત કેનેડા, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ, સ્પેનથી કરવામાં આવી રહી છે. અમારુ મુખ્ય ધ્યાન સભ્યપદ પર વધુ નિયંત્રણ આપવા પર છે. જો તમે તમારા પરિવાર સિવાય અન્ય કોઈ સાથે પાસવર્ડ શેર કરશો તો નેટફ્લિક્સ તેના માટે ચાર્જ લેશે.
ભારતમાં પણ નેટફ્લિક્સ લઈ શકે છે આ પગલુ
હાલમાં ભારત આ લિસ્ટમાં નથી પરંતુ આવનારા સમયમાં ભારતીયોએ પણ આ માટે તૈયાર રહેવુ જોઈએ કારણ કે કંપની દ્વારા કહેવામાં આવ્યુ છે કે તે 2023ના પહેલા ક્વાર્ટરમાં પાસવર્ડ શેરિંગને સંપૂર્ણપણે ખતમ કરવાની તૈયારી કરી રહી છે. ભારત નેટફ્લિક્સ માટે તે એક મહત્વપૂર્ણ બજાર છે. રિપોર્ટ મુજબ ભારતમાં કંપનીના 5 મિલિયન યુઝર્સ છે. પરંતુ તે કોઈનાથી છુપુ નથી કે લોકો તેમના પાસવર્ડ શેર કરે છે. લોકો તેમના મિત્રો, સંબંધીઓ અને પરિવારના અન્ય સભ્યો સાથે પાસવર્ડ શેર કરે છે. આ સ્થિતિમાં ભારતમાં નેટફ્લિક્સ આ પગલુ ભરી શકે છે. જે લોકો તેમનો નેટફ્લિક્સ પાસવર્ડ અન્ય લોકો સાથે શેર કરે છે તેમની પાસેથી કંપની વધારાના પૈસા વસૂલ કરી શકે છે.
નેટફ્લિક્સને કેવી રીતે ખબર પડશે કે પાસવર્ડ બીજી જગ્યાએ કર્યો છે શેર?
કંપનીનુ કહેવુ છે કે જે લોકો એક જ ઘરમાં રહે છે તેઓ પાસવર્ડ શેર કરી શકે છે પરંતુ જો તેઓ કોઈ બહારની વ્યક્તિ સાથે પાસવર્ડ શેર કર્યો તો તેમને તેના માટે વધારાના પૈસા ચૂકવવા પડશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે નેટફ્લિક્સને કેવી રીતે ખબર પડી કે પાસવર્ડ અન્ય સ્થળેથી શેર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં નેટફ્લિક્સ આ માટે આઈપીએ એડ્રેસ અને ડિવાઇસ આઈડીનો ઉપયોગ કરે છે.












Click it and Unblock the Notifications
