PICS: એકબીજાનો હાથ પકડી બેંગલુરુ રિસેપ્શન માટે રવાના થયા દીપવીર

નવદંપત્તિ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીમાં ગ્રાન્ડ વેડિંગ બાદ હવે પોતાના પહેલા રિસેપ્શન માટે બેંગલુરુ માટે રવાના થઈ ગયા છે.

નવદંપત્તિ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીમાં ગ્રાન્ડ વેડિંગ બાદ હવે પોતાના પહેલા રિસેપ્શન માટે બેંગલુરુ માટે રવાના થઈ ગયા છે. મંગળવારે સવારે બંનેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે 21 નવેમ્બરે બેંગલુરુમાં તેમનું રિસેપ્શન થવાનું છે કે જે દીપિકાના ફેમિલી એટલે કે પ્રકાશ પાદુકોણ તરફથી રાખવામાં આવ્યુ છે. ત્યારબાદ 28 નવેમ્બરના રોજ મુંબઈમાં પણ બંને સ્ટાર્સની રિસેપ્શન પાર્ટી થશે કે જે રણવીર સિંહના મમ્મી-પપ્પા તરફથી રાખવામાં આવી છે.

બેંગલુરુ રિસેપ્શન માટે રવાના થયા દીપવીર

બેંગલુરુ રિસેપ્શન માટે રવાના થયા દીપવીર

બંને મુંબઈના એરપોર્ટ પર ઘણા ગ્રેસફૂલ લુકમાં જોવા મળ્યા. દીપિકા અને રણવીર બંનેએ વ્હાઈટ અટાયર પહેર્યુ હતુ. દીપિકાનો સિંપલ લુક ઘણો સુંદર હતો તો વળી, રણવીર સિંહનો સફેદ ચૂડીદાર અને પ્રિન્ટેડ જેકેટે દરેકનું મન મોહી લીધુ.

દીપિકાએ મંગળસૂત્ર અને ચૂડો પહેર્યો હતો

દીપિકાએ મંગળસૂત્ર અને ચૂડો પહેર્યો હતો

દીપિકાએ મંગળસૂત્ર અને ચૂડો પહેર્યો થયો હતો. સાથે જ તેણે હેવી ઈયરીંગ કેરી કર્યા હતા અને મેસી બન બનાવ્યો હતો. દીપિકાનો આ લુક ખૂબ જ આકર્ષક હતો.

રિસેપ્શનના ફોટાની આતુરતાથી રાહ

રિસેપ્શનના ફોટાની આતુરતાથી રાહ

તમને જણાવી દઈએ કે દીપવીર 14 અને 1 નવેમ્બરે પહેલા કોંકણી અને બાદમાં સિંધી રીતિ રિવાજથી લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ લગ્ન સંપૂર્ણપણે પ્રાઈવેટ હતા. જેને મીડિયાથી એકદમ દૂર રાખવામાં આવ્યા હતા. બંનેના લગ્નના ફોટા તેમના ચાહકોને ઘણી રાહ જોવી પડી હતી. જો કે તેમના ચાહકો આશા છે કે રિસેપ્શનના ફોટા માટે તેમણે લાંબી રાહ નહિ જોવી પડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X