Pics: બોલીવુડના 'શહેનશાહ' બન્યા પદ્મ વિભૂષણ
નવી દિલ્હી, 8 એપ્રિલ: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બુધવારે બોલીવુડના 'શહેનશાહ' એવા અમિતાભ બચ્ચનને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સમ્માનિત કર્યા છે. પુરસ્કારોની જાહેરાત આ વર્ષના ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થયેલા પુરસ્કાર વિતરણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણા અન્ય કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી.
આવો આપને એક ઝલક દેખાડીએ આ યાદગાર પળોની...

અમિતાભ બચ્ચન
આજે પ્રણવ મુખર્જીએ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા.

બચ્ચન પરિવાર
જે સમયે આ પુરસ્કાર અમિતાભ બચ્ચનને મળી રહ્યો હતો, ત્યારે સમારંભમાં તેમનો આખો પરિવાર હાજર હતો.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનું નામ જાહેર થતા તેઓ આગળ આવ્યા અને રાષ્ટ્રપતિને પ્રણામ કરીને તેમની પાસે આ સન્માન સ્વિકાર્યું.

અરવિંદ કેજરીવાલ
આ ગણમાન્ય સમારંભમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા.

અમિતાભ બચ્ચન
તાળીઓના ગડગડાટની વચ્ચે અમિતાભ બચ્ચને આ પુરસ્કારને સ્વીકારી પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.












Click it and Unblock the Notifications
