For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Nirbhaya: રેપ આધારિત આ ફિલ્મો તમને ચોંકાવી દેશે

નિર્ભયા ગેંગ રેપ વર્ડિક્ટ તમને બોલિવૂડની આ ફિલ્મો અંગે વિચારવા મજબૂર કરી દેશે.

|
Google Oneindia Gujarati News

16 ડિસેમ્બર, 2012માં દેશની રાજધાનીમાં ઘટેલ ગેંગ રેપની ઘટનાના મામલે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચૂકાદો આપ્યો છે. આ ગેંગરેપના ચાર ગુનેગારોને સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. કોર્ટના નિર્ણયનું લોકોએ સમર્થન કર્યું છે, ન્યાયની રાહ જોઇને બેઠેલા નિર્ભાયાના પરિવારજનોએ આજે રાહતનો શ્વાસ લીધો હશે.

આ ઘટનાને પગલે દેશની દરેક યુવતીના મનમાં ક્યારેય ન ભૂલાય એવો ડર બેસાડી દીધો છે. બોલિવૂડમાં પણ આવી ઘટનાઓ પર પ્રકાશ નાંખતી અનેક ફિલ્મો બની છે. આવો આવી બોલિવૂડ ફિલ્મો પર નાંખીએ એક નજર..

દામિની

દામિની

નિર્ભયાની ઘટના ઘટી ત્યારે ઘણા લોકોએ આ ફિલ્મ યાદ કરી હતી. સની દેઓલ અને મિનાક્ષી શેષાદ્રી સ્ટારર આ ફિલ્મ આવી જ ઘટના પર આધારિત હતી. બોલિવૂડમાં બનેલ શ્રેષ્ઠ વુમન સેન્ટ્રિક ફિલ્મોમાંની એક છે દામિની. આ ફિલ્મમાં ન્યાય માટે એક સ્ત્રી સમાજ સામે કઇ રીતે લડે એ બતાવવામાં આવ્યું છે.

દુશ્મન

દુશ્મન

કાજોલને ડબલ રોલમાં ચમકાવતી આ ફિલ્મમાં આશુતોષ રાણા વિલનના રોલમાં છે. આશુતોષ રાણાએ રેપિસ્ટનો રોલ ભજવ્યો છે અને ફિલ્મનો એ મુખ્ય સિન અત્યંત હૃદયદ્રાવક છે. આ ફિલ્મમાં સંજય દત્ત પણ મુખ્ય રોલમાં જોવા મળે છે.

કાબિલ

કાબિલ

વર્ષ 2016ના ડિસેમ્બર માસમાં આવેલ હૃતિક રોશનની આ ફિલ્મની વાર્તા પણ ગેંગ રેપ પર આધારિત છે. યામી ગૌતમ આ ફિલ્મમાં નેત્રહીન યુવતીના રોલમાં છે, જેની પર શહેરના મોટા પોલિટિશિયનનો ભાઇ(રોહિત રૉય) અને તેનો મિત્ર દુષ્કર્મ ગુજારે છે.

માતૃ

માતૃ

બોલિવૂડમાં રવિના ટંડનની કમબેક ફિલ્મ માતૃ પણ રેપની ઘટના પર આધારિત વાર્તા છે. આ ફિલ્મમાં રવિનાની સામે જ તેની દિકરી સાથે રેપ કરવામાં આવે છે. ત્યાર બાદ ન્યાય માટે અહીં-તહીં ભટકતી રવિના ટંડન આખરે જાતે જ પોતાની દિકરી સાથે થયેલ દુષ્કૃત્યનું વેર વાળે છે.

જાગો

જાગો

વર્ષ 2004માં આવેલ ફિલ્મ જાગો ક્રાઇમ થ્રિલર ફિલ્મ હતી અને સત્યઘટના પર પ્રેરિત હતી. આ ફિલ્મમાં 10 વર્ષની કિશોરી સાથે ટ્રેનમાં દુષ્કૃત્ય કરવામાં આવે છે. એક્ટ્રેસ હંસિકાએ આ ફિલ્મમાં રેપ વિક્ટિમનું પાત્ર ભજવ્યું હતું. આ સાથે મનોજ વાજપાયી અને રવિના ટંડન પણ મુખ્ય પાત્રોમાં જોવા મળ્યાં હતા.

ઇન્સાફ કા તરાજૂ

ઇન્સાફ કા તરાજૂ

વર્ષ 1980માં આ ફિલ્મ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ પણ રેપની ઘટના પર આધારિત હતી, જેમાં ઝીનત અમાન અને રાજ બબ્બર મુખ્ય પાત્રોમાં છે. આ ફિલ્મમાં રાજ બબ્બરનું પાત્ર રેપિસ્ટનું છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ રહી હતી.

હમારા દિલ આપકે પાસ હે

હમારા દિલ આપકે પાસ હે

ઐશ્વર્યા અને અનિલ કપૂરને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મ વર્ષ 2000માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યાએ એક એવી યુવતીનું પાત્ર ભજવ્યું છે, જેના રેપ બાદ તેના ઘરવાળા પણ તેને ઘરમાંથી કાઢી મૂકે છે. ત્યારે અનિલ કપૂર તેની મદદ કરે છે.

{promotion-urls}

English summary
Nirbhaya gang rape verdict will remind you of these disturbing movies based on rape case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X