For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ રિલીઝ ન થઈ વિશ્વરૂપ

|
Google Oneindia Gujarati News

ચેન્નઈ, 25 જાન્યુઆરી : કમલ હસને ક્યારેય સપનામાં પણ વિચાર્યુ નહીં હોય કે તેમના ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે તેમની ફિલ્મ વિશ્વરૂપ સામે આટલો મોટો વિઘ્ન ઊભો થઈ જશે. પ્રથમ ડીટીએચ રિલીઝ અંગે મુશ્કેલીઓનો સામનો કરનાર વિશ્વરૂપને મદ્રાસ હાઈકોર્ટે તામિળનાડુમાં 28મી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત કરી છે, તો બીજી બાજુ હવે સમાચાર આવી રહ્યાં છે કે આ ફિલ્મ હવે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ રિલીઝ નહીં થાય.

Kamal Hassan

કર્ણાટકના પાટનગર બેંગલુરૂના થિયેટરોમાં આજે આ ફિલ્મ રિલીઝ થઈ નહીં. આ નિર્ણય થિયેટર માલિકોએ મળીને કર્યો છે, જ્યારે આંધ્ર પ્રદેશના ગૃહ મંત્રી સવિતા રેડ્ડીના આદેશે આજે હૈદરાબાદ તથા સાઇબરાબાદમાં પણ ફિલ્મ દર્શાવવા ઉપર પ્રતિબંધ ફરમાવાયું છે.

આપને જણાવી દઇએ કે તામિળનાડુમાં જયલલિતા સરકારે વિશ્વરૂપ ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે, કારણ કે કેટલાંક મુસ્લિમ સંગઠનોએ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે કે ફિલ્મમાં ઘણું બધું મુસ્લિમ સમુદાય વિરુદ્ધ દર્શાવાયું છે કે જેનાથી દેશમાં હિંસા ફેલાઈ શકે છે. કમલ હસને જણાવ્યું કે તેમની ફિલ્મમાં કોઈ જાતિ-સમુદાયને નીચું દાખવવાનો પ્રયત્ન કરાયો નથી. આ માત્ર તેમની ફિલ્મને બદનામ કરવામાં આવી રહી છે.

દરમિયાન કેન્દ્ર સરકારે પણ તામિળનાડુ સરકારને આ અંગે પુનર્વિચાર કરવા જણાવ્યું છે.

English summary
No Vishwaroopam release in Karnataka and Andhra Pradesh Too After Tamil Nadu. Its A big pain for Kamal Hassan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X