હાથમાં ગ્લાસ લઈ રેડ ડ્રેસમાં દિલબર ગીત પર નોરાએ કર્યો ધાંસૂ ડાંસ

હાથમાં ગ્લાસ લઈ રેડ ડ્રેસમાં દિલબર ગીત પર નોરાએ કર્યો ધાંસૂ ડાંસ

નવી દિલ્હીઃ બૉલીવુડમાં પોતાના બેલી ડાંસથી છવાઈ જનાર એક્ટ્રેસ નોરા ફતેહીનો ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. ફરી એકવાર નોરા ફતેહીનો વીડિયો ઈન્ટરનેટ પર છવાયો છે. આ વીડિયો કોઈ પાર્ટીનો લાગી રહ્યો છે. જેમાં નોરા ફતેહી પોતાના જબરદસ્ત ડાંસ મૂવ દેખાડી રહી છે. નોરા ફતેહી આ વીડિયોમાં પોતાના સુપરહિટ સોન્ગ દિલબર પર ડાંસ કરતી જોવા મળી રહી છે. રેડ આઉટફિટમાં એક્ટ્રેસ બહુ સુંદર લાગી રહી છે અને ફેન્સ તેના આ અંદાજના ભારે વખણ પણ કરી રહ્યા છે.

જબરદસ્ત ડાંસ કર્યો

જબરદસ્ત ડાંસ કર્યો

ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહેલ આ વીડિયો નોરા ફતેહીના ફેન ક્લબે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કર્યો છે. ફેન્સ પણ નોરા ફતેહીના આ વીડિયો પર ખુબ રિએક્ટ કરી રહ્યા છે. સાકી-સાકી અને દિલબર બાદ હવે નોરા ફતેહીનું નવું ગીત 'એક તો કમ જિંદગાના'નું ટીઝર રિલીઝ થયું છે. નોરા ફતેહીનું આ સોન્ગ સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ અને તારા સુતારિયાની ફિલ્મ 'મરજાવાં'માં જોવા મળનાર છે.

જુઓ વીડિયો

નોરા ફતેહી આમપણ પોતાના ડાંસ માટે જ ઓળખાય છે અને તેણે બાહુબલી અને સત્યમેવ જયતેના સ્પેશિયલ સોન્ગથી ભારે ચર્ચા લૂંટી છે. નોરા ફતેહી બિગ બૉસમાં પણ જોવા મળી ચૂકી છે. જણાવી દઈએ કે નોરા ફતેહી હાલમાં જ ફિલ્મ ભારતમાં જોવા મળી હતી. નોરા ફતેહી, વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ડાંસ આધારિત ફિલ્મ સ્ટ્રીટ ડાંસરમાં પણ જોવા મળશે.

કાસ્ટિંગ એજન્ટનો સામનો

કાસ્ટિંગ એજન્ટનો સામનો

નોરાએ પોતાની શરૂઆતી ઓડિશનના દિવસોને યાદ કરતા જણાવ્યું કે ત્યારે લોકો તેનો મજાક ઉડાવતા હતા. સ્ટ્રગલ ડેઝમાં તેનો સામનો એક કાસ્ટિંગ એજન્ટ સાથે પણ થયો હતો.

ઑડિશન મારા માટે મોટો ટ્રૉમા

ઑડિશન મારા માટે મોટો ટ્રૉમા

નોરા ફતેહી કહે છે કે જ્યારે મેં હિન્દી સીખવાનું શરૂ કર્યું ત્યારે ઑડિશન મારા માટે સૌથી મોટો ટ્રોમા બની ગયું હતું. હું દિમાગી રીતે તૈયાર નહોતી. આ કારણે લોકો મને મુરખ બનાવી દેતા હતા.

લોકો મારા ચેહરા પર હંસતા હતા

લોકો મારા ચેહરા પર હંસતા હતા

તે જણાવે છે કે ઑડિશનમાં મને ક્યારેય છોડવામાં નહોતી આવતી. તે લોકો બહુ મતલબી હોતા હતા. લોકો મારા ચેહરા પર હંસતા હતા. મને એવું લાગતું હતું કે જેમ કે લોકોએ મને કોઈ સર્કસમાં જોઈ લીધી હોય.

રસ્તામાં બહુ રડતી

રસ્તામાં બહુ રડતી

નોરાએ વાતને આગળ વધારતા કહ્યું કે તેઓ મને બુલી કરતા હતા. જે બહુ હ્યૂમિલિએટિંગ હતું. હું જ્યારે પણ ઘરે પાછી ફરતી ત્યારે રસ્તામાં બહુ રડતી હતી.

કાસ્ટિંગ એજન્ટે મને કહ્યું હતું

કાસ્ટિંગ એજન્ટે મને કહ્યું હતું

નોરાએ ખુલાસો કરતા કહ્યું કે એક કાસ્ટિંગ એજન્ટે મને કહ્યું હતું કે અમને અહીં તારી જરૂરત નથી. પાછી ચાલી જા. હું આ વાત ક્યારેય નહિ ભૂલી શકું.

20 લાખ રૂપિયા પરત ન કર્યા

20 લાખ રૂપિયા પરત ન કર્યા

નોરાએ એમ પણ જણાવ્યું કે જે એજન્સીએ તેને કેનેડાથી ઈન્ડિયા લઈને આવી હતી તે એજન્સીએ નોરાના 20 લાખ રૂપિયા ક્યારેય પરત નથી કર્યા. નોરા કહે છે કે વિદેશીઓની લાઈફ સ્ટાઈલ મુશ્કેલ હોય છે. ઘણું બધું સહવું પડે છે.

અપાર્ટમેન્ટમાં આઠ છોકરીઓ સાથે

અપાર્ટમેન્ટમાં આઠ છોકરીઓ સાથે

નોરાએ જણાવ્યું કે હું ભારત આવીને એક અપાર્ટમેન્ટમાં 8 છોકરીઓ સાથે રહેતી હતી. જ્યારે મેં તે ઘર છોડ્યું તો મારો પાસપોર્ટ ચોરી થઈ ગયો હતો. આ કારણે હું કેનેડા ક્યારેય ન જઈ શકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X