Pics : કરીના સાથે ‘રામલીલા’વાળી કરવાની ફિરાકમાં દીપિકા!
મુંબઈ, 15 ફેબ્રુઆરી : બૉલીવુડના બે ટોચના અભિનેત્રીઓ દીપિકા પાદુકોણે અને કરીના કપૂર વચ્ચેના કોલ્ડ વૉર વિશે કોણ અજાણ છે? એટલે જ તો આ બંને અભિનેત્રીઓ એક બાજુ એડ જગતમાં આંકડાઓની રમતમાં શહ-માતની રમત રમે છે, તો બીજી બાજુ બંનેએ આજ સુધી સ્ક્રીન શૅર કરી નથી. એટલું જ નહીં, ક્યારેક તો એવું બની જાય છે કે લોકોને એમ લાગે કે જાણે આ બંને વચ્ચે કૅટ ફાઇટ ચાલતી હોય. કંઇક આવું જ થયુ હતું વર્ષ 2013ની સુપર હિટ ફિલ્મ રામલીલા અંગે કે જ્યારે આ ફિલ્મ કરીનાએ ઠુકરાવી હતી અને દીપિકાએ સ્વીકારી હતી.
હવે એ કહેવાની જરૂર ક્યાં છે કે રામલીલાની સફળતા જોઈ કરીનાને પણ ઈર્ષ્યા થતી હશે અને તેઓ વિચારતા હશે કે કાશ! તેમણે આ ફિલ્મ ન ઠુકરાવી હોત. કરીનાએ સંજય લીલા ભાનુશાળી સમક્ષ આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો અને ભાનુશાલીએ કરીનાના સ્થાને દીપિકાને કાસ્ટ કરી અને આ સાથે જ રામલીલા દીપિકા પાદુકોણે માટે વર્ષ 2013ની ચોથી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ.
પરંતુ લાગે છે કે દીપિકા પાદુકોણે કરીના કપૂર સાથે પુનઃ ‘રામલીલા'વાળી કરવાની તૈયારીમાં છે. આપ ન સમજ્યાં હોવ, તો સમજાવી દઇએ. જાણવા મળે છે કે કરીના કપૂર કરણ જૌહરની ફિલ્મ શુદ્ધિ છોડવાની તૈયારી કરી રહ્યાં છે અને એમ પણ ચર્ચા છે કે કરીના જો શુદ્ધિ છોડશે, તો કરણ જૌહર દીપિકાને રિપ્લેસ કરી શકે છે. શુદ્ધિ ફિલ્મ હૃતિક રોશન પણ છોડી ચુક્યાં છે અને તેથી કરીના પણ આ ફિલ્મ છોડવાની તૈયારી કરે છે. આમ જો કરીના શુદ્ધિ છોડે અને દીપિકાને તે ફિલ્મ મળે અને પછી રામલીલા જેવી શુદ્ધિ પણ હિટ જાય, તો થઈ જશેને કરીના સાથે દીપિકાની રામલીલાવાળી.
ચાલો ફિલ્મફૅર મૅગેઝીનના ફેબ્રુઆરી અંગના લૉન્ચિંગ પ્રસંગે દીપિકાએ શુદ્ધિ વિશે શું કહ્યું તે જાણીએ :

હૃતિકે છોડી, કરીનાની તૈયારીમાં
કરણ જૌહરની ફિલ્મ શુદ્ધિમાંથી હૃતિક રોશને બીમારીના પગલે હાથ પાછા ખેંચી લીધાં છે, તો કરીના કપૂર પણ આ ફિલ્મ છોડવાની તૈયારીમાં હોવાની અફવાઓ છે.

શુદ્ધિની ઑફર નથી મળી
દીપિકા પાદુકોણે અને ફરહાન અખ્તરે ગઈકાલે ફિલ્મફૅર મૅગેઝીનના ફેબ્રુઆરી અંકનું વિમોચન કર્યું. આ પ્રસંગે દીપિકાએ જણાવ્યું - મને અત્યાર સુધી શુદ્ધિ ફિલ્મ માટે ઍપ્રૉચ નથી કરવામાં આવી.

કરણ નહીં કરે ઑફર
દીપિકાએ જણાવ્યું - મને આ ફિલ્મ કરવી ગમશે, પણ મને એવું નથી લાગતું કે કરણ (જૌહર) મારી સમક્ષ આ ફિલ્મની ઑફર લઈને આવશે. તેઓને નથી લાગતું કે આ ફિલ્મ સાથે હું ન્યાય કરી શકીશ.

તક મળશે તો ઝડપી લઇશ
દીપિકા બોલ્યાં - પણ જો કરણને લાગે કે હું આ ફિલ્મ સાથે ન્યાય કરી શકીશ, તો મને આ ફિલ્મ કરવી ગમશે. હું આ તક નહીં છોડું.

હૃતિક સાથે ચોક્કસ કરત શુદ્ધિ
દીપિકા પાદુકોણે હાલમાં આ ફિલ્મની પરિસ્થિતિ અંગે અજાણ છે. તેઓ કહે છે - હું માનુ છું કે જ્યારે હૃતિક શુદ્ધિમાં હતાં, ત્યારે હું આ ફિલ્મ ચોક્કસ કરવાનો રસ ધરાવત. હાલ તેઓ આ ફિલ્મ નથી કરી રહ્યાં. હું નથી જાણતી કે આ પ્રોજેક્ટમાં શું થઈ રહ્યું છે.

બીજા અભિનેતા સામે વાંધો નથી
દીપિકાને પૂછવામાં આવ્યું કે શું આપ કોઈ બીજા અભિનેતા સાથે શુદ્ધિ કરશો? દીપિકાએ જણાવ્યું - ચોક્કસ, કેમ નહીં? પણ આ બધું શુદ્ધિના નિર્માતાઓ ઉપર અવલમ્બે છે કે તેઓ કેવું આયોજન કરી રહ્યાં છે.

દીપિકા પાદુકોણે
ફિલ્મફૅર મૅગેઝીનના ફેબ્રુઆરી અંકના લૉન્ચિંગ પ્રસંગે દીપિકા.

દીપિકા-ફરહાન
ફિલ્મફૅર મૅગેઝીનના ફેબ્રુઆરી અંકના લૉન્ચિંગ પ્રસંગે દીપિકા પાદુકોણે અને ફરહાન અખ્તર
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
