માધુરી સાથે ડાંસ કરતાં ગભરાઈ ગયાં રણબીર

મુંબઈ, 27 ફેબ્રુઆરી : બૉલીવુડ દિવા અને ડાંસિંગ ક્વીન માધુરી દીક્ષિત સાથે ડાંસ કરવામાં અચ્છા-અચ્છા ગભરાઈ જાય છે, તો પછી રણબીર કપૂર તો બહુ કાચાં છે તેમની આગળ. જો તેઓ ગભરાઈ ગયાં, તો શું મોટી બાબત છે.

ranbir-madhuri

જાણવા મળે છે કે કરણ જૌહરની યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રણબીરે માધુરી દીક્ષિત સાથે એક ગીત ઉપર ડાંસ કરવાનો છે કે જે અંગે રણબીર કપૂર થોડાંક નર્વસ થઈ ગયાં છે. જોકે રણબીર પોતે એક સારા ડાંસર છે, પરંતુ માધુરી સાથે કદમતાલ મેળવતાં તેઓ થોડાંક ગભરાઈ ગયાં.

આપને જણાવી દઇએ કે રણબીરના પિતા ઋષિ કપૂરનો પણ માધુરી સાથે ડાંસ કરતા એવો જ હાલ થયો હતો. હવે જ્યારે પિતાજીનું બૅન્ડ વાગી ગયું હોય, તો પુત્રની શુ બિસાત?

માધુરી દીક્ષિતને પોતાના પ્રથમ ક્રશ ગણતાં અભિનેતા રણબીર કપૂર પહેલી વાર યે જવાની હૈ દીવાની એટલે કે વાયજેએચડી ફિલ્મમાં માધુરી દીક્ષિત સાથે દેખાનાર છે. ફિલ્મમાં માધુરીનું એક ગીત છે. ફિલ્મના અભિનેત્રી દીપિકા પાદુકોણે છે. દિગ્દર્શક આર્યન મુખર્જી તથા નિર્માતા કરણ જૌહરની આ ફિલ્મ માધુરી દીક્ષિતના બર્થ ડે મંથ એટલે કે 31મી મેના રોજ રિલીઝ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X