હવે ભારત-ચીન તણાવ મુદ્દે બનશે ફિલ્મ ‘માતરમ્’

મુંબઈ, 16 ઑગસ્ટ : ભારત-પાકિસ્તાન મુદ્દે તો અનેક ફિલ્મો બની છે અને એ પણ એટલી ફિલ્મો કે ગણીએ તોય ન ગણી શકાય, પણ હવે ભારત-ચીન મુદ્દે ફિલ્મ બનવા જઈ રહી છે.

sino-india

તાજેતરમાં જ ચીન દ્વારા ભારતીય સરહદે વધેલી ચહેલકદમીના પગલે ભારત-ચીન સમ્બંધો ચર્ચાના એરણે રહ્યાં છે. અવારનવાર ચીન ભારતની સમ્પ્રભુતા અને સલામતીને પડકાર ફેંકતું રહ્યું છે. તેવામાં નવોદિત દિગ્દર્શક સુરેન્દ્ર દુબે ભારત - ચીન તણાવ મુદ્દે એક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યાં છે. તેનું શૂટિંગ આ વર્ષના અંતે શરૂ થઈ જશે.

સુરેન્દ્ર દુબેએ જણાવ્યું કે તેમની આ ફિલ્મનું નામ માતરમ્ હશે. આ ફિલ્મ ભારતીય સેનાની પૃષ્ઠભૂમિ પર બનનાર ઐતિહાસિક ફિલ્મ હશે. ફિલ્મમાં અનેક કલાકારો હશે કે જેમના નામો અંગે હજી ખુલાસો કરાયો નથી.

તેમણે જણાવ્યું - અમે ફિલ્મોદ્યોગના કેટલાંક દિગ્ગજ કલાકારોને માતરમ્ ફિલ્મમાં લેવાની યોજના બનાવી રહ્યાં છે. હજી સુધી અમે કોઈની પસંદગી કરી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X