ઓહ માય ગૉડ : જૂનિયર બી ફરી કરશે કૉમેડી
મુંબઈ, 28 જાન્યુઆરી : લાગે છે કે લાંબા વખત બાદ અભિષેક બચ્ચનના પણ દિવસો સારા આવી રહ્યાં છે. માહિતી મળે છે કે અભિનેતા અભિષેક બચ્ચન ફરી કૉમેડી કરતાં પડદા ઉપર નજરે પડનાર છે. સાંભળવામાં આવ્યું છે કે અક્ષય કુમાર અને પરેશ રાવલને લઈને ઓહ માય ગૉડ ફિલ્મ બનાવનાર દિગ્દર્શક ઉમેશ શુક્લાએ પોતાની આગામી કૉમેડી ફિલ્મ માટે અભિષેક બચ્ચનને સાઇન કર્યાં છે. ફિલ્મનું નામ હજી નક્કી નથી કરાયું.

ઉમેશ શુક્લાએ જણાવ્યું કે જ્યારે તેમણે અભિષેકને ફિલ્મની વાર્તા સંભળાવી, તો તેઓ ખુશ થઈ ગયાં. જૂનિયર બીને વાર્તા ખૂબ સારી લગી અને તેમણે ફિલ્મ માટે હા પાડી દીધી. ઉમેશે જણાવ્યું કે તેઓ વર્ષ 2012માં આવેલી ફિલ્મ બોલ બચ્ચનમાં અભિષેકની કૉમેડીથી ખૂબ પ્રભાવિત થયા હતાં. તેથી તેમણે પોતાની આગામી કૉમેડી ફિલ્મમાં અભિષેકને લેવા અંગે વિચાર્યું. ફિલ્મના બાકી કલાકારો નક્કી કરવાના બાકી છે. ઉમેશે જણાવ્યું - હું વાર્તા તો અત્યારે નહીં જણાવું, પરંતુ એટલું તો નક્કી જ છે કે મારી ફિલ્મ હટકે હશે.
નોંધનીય છે કે અભિષેક બચ્ચનને વર્ષ 2012ના બેસ્ટ કૉમિક સ્ટાર તરીકેનો સ્ક્રીન ઍવૉર્ડ મળ્યો છે. ઍવૉર્ડ હાસલ કર્યા બાદ અભિષેકે સ્ટેજ ઉપરથી જ જણાવ્યુ હતું કે તેમને જો આગળ પણ આવા મજાના રોલ્સ કરવા મળે, તો તેઓ જરૂર કરશે. અભિષેકે પોતાનો ઍવૉર્ડ પોતાની વ્હાલી ફૅમિલી અને ઊપરવાળાને સમર્પિત કર્યો હતો. જોઇએ કે આ વખતે અભિષેક મિયા કઈ કમાલ કરે છે. જોકે આપને જણાવી દઇએ કે બોલ બચ્ચન ફિલ્મમાં અભિષેક સાથે અજય દેવગણ પણ હતાં કે જેઓ પણ કૉમેડીમાં પારંગત છે. ઉમેશની આ ફિલ્મ આ જ વર્ષના અંતે રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
