MUST SEE : શાહરુખે ઈદના દિવસે અબરામની તસવીર પોસ્ટ કરી
મુંબઈ, 7 ઑક્ટોબર : શાહરુખ ખાનને સારી રીતે જાણ છે કે લોકોને ખુશ કેમ કરવામાં આવે છે. તેથી જ તેમણે ઈદ ઉલ ઝુહાના દિવસની પસંદગી કરી પોતાના પુત્ર અબરામને દુનિયાને બતાવવા માટે. હા જી, ઈદ પ્રસંગે શાહરુખે પહેલી વખત ટ્વિટર પર પોતાના સૌથી નાના પુત્ર અબરામની તસવીર શૅર કરી છે અને આ તસવીર વડે લોકોને ઈદની શુભેચ્છા પાઠવી.
નોંધનીય છે કે શાહરુખ ખાન અને ગૌરી ખાનને કુલ ત્રણ સંતાનો છે. તેમાં આર્યન અને સુહાનાને તો ગૌરીએ જન્મ આપ્યો હતો, પરંતુ અબરામનો જન્મ સરોગેટ મધર વડે થયો હતો. એટલુ જ નહીં, અબરામના જન્મ પહેલા કથિત રીતે કરાયેલ લિંગ પરીક્ષણને લઈને પણ શાહરુખ ખાન વિવાદમાં સપડાયા હતાં.
ચાલો જોઇએ અબરામની લેટેસ્ટ તસવીર :

લેટેસ્ટ અબરામ
શાહરુખ ખાને ઈદ પ્રસંગે ટ્વિટર પર અબરામની આ લેટેસ્ટ તસવીર પોસ્ટ કરી છે કે જેમાં શાહરુખ અબરામને ચૂમતા નજરે પડે છે.
|
ઈદ મુબારક
શાહરુખ ખાને અબરામની તસવીર પોસ્ટ કરી તેની નીચે કૅપ્શનમાં ઈદ મુબારક લખ્યું.

ડોઢ વર્ષનો અબરામ
અબરામનો જન્મ 27મી, 2013ના રોજ થયો હતો. આમ અબરામ હાલ લગભગ ડોઢ વર્ષનો છે.

અબરામની પહેલી તસવીર
અબરામના જન્મ બાદ આ પહેલી તસવીર ગત વર્ષે ઑક્ટોબરમાં જાહેર થઈ હતી.

વિવાદ
અબરામનો જન્મ સરોગેટ મધર વડે થયો હતો. અબરામના જન્મ પહેલા કથિત રીતે કરાયેલ લિંગ પરીક્ષણને લઈને પણ શાહરુખ ખાન વિવાદમાં સપડાયા હતાં.












Click it and Unblock the Notifications
