Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : સલમાન-દીપિકાની જોડી માટે લોકો આતુર, પરંતુ...

મુંબઈ, 20 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે અને સલમાન ખાનની જોડીનો લોકો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે. બૉલીવુડના ચાર ખાનોમાંથી બે ખાનો સાથે સ્ક્રીન શૅર કરી ચુકેલા દીપિકા પાદુકોણે અંગે ચર્ચાઓ ઉઠી હતી કે તેઓ હવે સલમાન ખાન સાથે પહેલી વાર કોઈ ફિલ્મમાં રોમાંસ કરતા નજરે પડી શકે છે. આ સમાચારોથી ફૅન્સ ખુશ હતાં, પરંતુ દીપિકાનું કહેવું છે કે હાલ એવી કોઈ વાત નથી.

તાજેતરમાં જ એવી ચર્ચાઓ ચાલી હતી કે રાજશ્રી પ્રોડક્શનની આગામી ફિલ્મ બડે ભૈયામાં સલમાન ખાન સાથે દીપિકા પાદુકોણે હોઈ શકે છે. આ સમાચારથી લોકો ખુશ હતાં કે જેઓ રૂપેરી પડદે સલમાન-દીપિકાની જોડી જોવા માંગે છે, પરંતુ દીપિકાએ જણાવ્યું છે કે જ્યારે પણ તેઓ સલમાન સાથે કામ કરશે, તે ફિલ્મ ખાસ હશે.

શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર દીપિકા પાદુકોણે અત્યાર સુધી શાહરુખ ઉપરાંત સૈફ અલી ખાન સાથે પણ કામ કરી ચુક્યાં છે, પરંતુ તેઓએ સલમાન ખાન કે આમિર ખાન સાથે સ્ક્રીન શૅર નથી કરી. દીપિકાએ જણાવ્યું - હું સલમાન સાથે કામ કરવા માંગુ છું. જ્યારે પણ હું અને સલમાન સાથે હોઇશુ, તે ફિલ્મ ખાસ હશે.

સૂરજ બરજાત્યાની ફિલ્મ બડે ભૈયા અંગે દીપિકાએ જણાવ્યું - આ ફિલ્મ માટે હાલ તેમની સાથે કોઈ સમ્પર્ક કરવામાં આવ્યો નથી. ગોલિયોં કી રાસ લીલા રામલીલા ફિલ્મની સફળતાની ઉજવણી કરતાં દીપિકાએ જણાવ્યું - આ સમાચાર ખોટા છે. બડે ભૈયા ફિલ્મ અંગે મારી સાથે કોઈ ચર્ચ કરાઈ નથી.

ચાલો હાલ તો આપને તસવીરો સાથે બતાવીએ દીપિકાના અત્યાર સુધીના જોડીદારો :

શાહરુખ-દીપિકા

શાહરુખ-દીપિકા

દીપિકા પાદુકોણે બૉલીવુડમાં શરુઆત ઓમ શાંતિ ઓમ ફિલ્મ સાથે કરી હતી અને પ્રથમ જોડી શાહરુખ ખાન સાથે બનાવી હતી. આ ફિલ્મ હિટ રહી અને આ જોડી પણ હિટ રહી હતી.

રણબીર-દીપિકા

રણબીર-દીપિકા

દીપિકા પાદુકોણે અને રણબીર કપૂર વચ્ચે અફૅર એક સમયે હૉટ મુદ્દો હતો અને આ જોડીની પ્રથમ ફિલ્મ બચના ઐ હસીનોં હતી. પહેલી જ ફિલ્મમાં આ જોડી લોકોના મનમાં વસી ગઈ હતી.

અક્ષય-દીપિકા

અક્ષય-દીપિકા

બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર સાથે દીપિકાએ પ્રથમ ફિલ્મ ચાંદની ચૌક ટૂ ચાઇના કરી. ફિલ્મ બહુ સારી નહોતી ચાલી અને કદાચ આ જોડી પણ લોકોને આટલી ગમી નહીં.

સૈફ-દીપિકા

સૈફ-દીપિકા

જ્યાં સુધી ખાન્સની વાત છે, તો શાહરુખ ખાન સાથે શરુઆત કરનાર દીપિકાએ છોટે નવાબ સૈફ અલી ખાન સાથે પહેલી વાર લવ આજ કલ ફિલ્મમાં સ્ક્રીન શૅર કરી અને આ ફિલ્મ તથા જોડી સફળ રહી હતી.

નીલ-દીપિકા

નીલ-દીપિકા

બૉલીવુડમાં સંઘર્ષ કરતાં નીલ નિતિન મુકેશે પહેલી વાર દીપિકા સાથે લફંગે પરિંદે ફિલ્મમાં જોડી બનાવી, પણ આ ફિલ્મ દ્વારા દીપિકાની લોકપ્રિયતાનો ફાયદો નીલ ન ઉઠાવી શક્યાં.

હાઉસફુલ

હાઉસફુલ

કૉમેડી ફિલ્મ હાઉસફુલ સુપર હિટ રહી હતી અને દીપિકા-અક્ષયની આ બીજી ફિલ્મ હતી. બંનેની જોડી વખણાઈ હતી.

અભિષેક-દીપિકા

અભિષેક-દીપિકા

દીપિકાએ પહેલી વાર અભિષેક બચ્ચન સાથે જોડી બનાવી ખેલેં હમ જી જાન સે ફિલ્મમાં, પણ આ ફિલ્મ ખાસ નોંધનીય ન રહી.

ફરહાન-દીપિકા

ફરહાન-દીપિકા

દીપિકાએ પહેલી વાર ફરહાન અખ્તર સાથે ફિલ્મ કાર્તિક કૉલિંગ કાર્તિકમાં કામ કર્યું. આ ફિલ્મ સરેરાશ રહી, પરંતુ બંનેની જોડી પસંદ કરવામાં આવી.

ઇમરાન-દીપિકા

ઇમરાન-દીપિકા

બ્રેક કે બાદ ફિલ્મમાં દીપિકાના જોડીદાર હતાં ઇમરાન ખાન. આ ફિલ્મ પણ સરેરાશ રહી હતી.

જ્હૉન-દીપિકા

જ્હૉન-દીપિકા

દેસી બૉય્ઝ ફિલ્મમાં દીપિકા અને જ્હૉન અબ્રાહમની જોડી હતી. આ ફિલ્મ અને આ જોડી બંને પસંદ કરવામાં આવી હતી.

સૈફ-દીપિકા

સૈફ-દીપિકા

સૈફ અને દીપિકાની આ બીજી ફિલ્મ હતી આરક્ષણ. ફિલ્મ જોકે રોમાંસ પ્રધાન નહોતી, પરંતુ સૈફ-દીપિકાની જોડી પસંદ કરવામાં આવી હતી.

સૈફ-દીપિકા

સૈફ-દીપિકા

સૈફ-દીપિકાની ફિલ્મ કૉકટેલ સુપર હિટ રહી હતી. આ સાથે જ દીપિકા અને સૈફની જોડી બૉલીવુડમાં જમાવટ કરી ગઈ.

સૈફ-દીપિકા

સૈફ-દીપિકા

કૉકટેલ જેવી સફળ ફિલ્મ બાદ સૈફ-દીપિકા પુનઃ રેસ 2 ફિલ્મમાં દેખાયાં. દીપિકા પાદુકોણેની સૈફ સાથે આ ફિલ્મ સુપર હિટ રહી અને બંનેની જોડી વધુ મજબૂત બની ગઈ.

રણબીર-દીપિકા

રણબીર-દીપિકા

બચના ઐ હસીનોં બાદ અફૅરની ચર્ચાના પગલે રણબીર-દીપિકા સ્ક્રીન બીજી વાર સાથે નહીં દેખાયાં, પરંતુ અયાન મુખર્જી યે જવાની હૈ દીવાની દ્વારા બંનેને એક સાથે લાવ્યાં અને આ ફિલ્મ સુપરહિટ રહી. રેસ 2 બાદ દીપિકાની આ બીજી હિટ ફિલ્મ હતી, તો રણબીર-દીપિકાની જોડી પણ ખૂબ વખણાઈ.

શાહરુખ-દીપિકા

શાહરુખ-દીપિકા

શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર દીપિકાએ પુનઃ એક વાર ચેન્નઈ એક્સપ્રેસમાં તેમની સાથે જોડી બનાવી અને ફિલ્મે અગાઉના તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં.

રણવીર-દીપિકા

રણવીર-દીપિકા

હવે દીપિકા પાદુકોણે આવ્યાં છે રણવીર સિંહ સાથે ફિલ્મ રામલીલામાં. જોકે રણવીર-દીપિકાની કેમેસ્ટ્રીની સરખામણી દીપિકાના અન્ય જોડીદારો સાથે નહીં, પણ રણબીર કપૂર સાથે કરવામાં આવી રહી છે.

સલમાન સાથે ઇંતેજાર

સલમાન સાથે ઇંતેજાર

દીપિકા પાદુકોણે બૉલીવુડના ચાર ખાનોમાંથી બે ખાનો શાહરુખ અને સૈફ સાથે તો ફિલ્મો કરી ચુક્યાં છે, પરંતુ લોકોને હવે સલમાન સાથે દીપિકાની જોડીની આશા જાગી છે કે કદાચ રાજશ્રીની બડે ભૈયા ફિલ્મમાં દીપિકા-સલમાનની જોડી દેખાય, પરંતુ હાલ કદાચ થોડી રાહ જોવી જ રહી.

આમિરનો વારો ક્યારે

આમિરનો વારો ક્યારે

દીપિકા પાદુકોણેએ અત્યાર સુધી આમિર ખાન સાથે પણ સ્ક્રીન શૅર નથી કરી. જોઇએ આમિરનો વારો ક્યારે આવે છે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X