Trailer Out! એક્ઝેટ 13.03 વાગે રજૂ થયું 'પદ્માવતી'નું ટ્રેલર!

સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'પદ્માવતી'નું ટ્રેલરવ રિલીઝ થઇ ગયું છે.

સંજય લીલા ભણસાલીની મચ અવેઇટેડ અને કદાચ અત્યાર સુધીની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ 'પદ્માવતી'નું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મનું ટ્રેલર સોમવારે બપોરે 1.03 વાગે રીલિઝ કરવામાં આવ્યું. આ સમય પસંદ કરવા પાછળનું કારણ ખૂબ રસપ્રદ છે. આ સમયને જો તમે 24 કલાકના ફોર્મેટમાં જુઓ તો 13.03 લખાશે. મહારાજ રતન રાવલ સિંહ અને અલ્લાઉદ્દીન ખીલજી વચ્ચેનું યુદ્ધ 1303 ADમાં શરૂ થયું હતું, આ જ વાતને ધ્યાનમાં રાખતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ ટ્રેલર માટે સમય પસંદ કર્યો હતો.

padmavati trailer

ટ્રેલરની વાત કરીએ તો ફિલ્મના ફર્સ્ટ લૂકની માફક જ ફિલ્મની પહેલી ઝલક પણ ખૂબ જ ધમાકેદાર છે. રણવીર સિંહની એક્ટિંગ આ ફિલ્મમાં પણ તમારું મન જીતી લેશે એ વાત ચોક્કસ છે. રાણી પદ્માવતીના અવતારમાં દીપિકા મોહક લાગી રહી છે અને પ્રતાપી રાજાના રોલમાં શાહિદ કપૂર પણ ફિટ બેસે છે. ફિલ્મના આ ટ્રેલરમાં ખાસ ડાયલોગ સાંભળવા નથી મળતાં, પરંતુ ત્રણેય લીડ એક્ટર્સના હાવભાવ જ ઘણું કહી જાય છે. ફિલ્મનું મ્યૂઝિક ઘણું ધમાકેદાર હોય એમ લાગી રહ્યું છે, નોંધનીય છે કે ફિલ્મનું મ્યૂઝિક સંજય લીલા ભણસાલીએ જ આપ્યું છે.

ફિલ્મ 'પદ્માવતી'નું ઓફિશિયલ ટ્રેલર જુઓ અહીં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X