શર્મનાક છે કે સિંગરને સુપરસ્ટાર પાસે કામ માટે ભીખ માંગવી પડે છે
સલમાન ખાન પાસે આવી માફી ભાગ્યે જ કોઈએ માંગી હશે જેવી અરિજીત સિંહે માંગી છે. ફેસબુક પર બધાની સામે, પોતાના લાખો, કરોડો ફેંસને બતાવીને. કઈ પણ કહીએ પરંતુ અરિજીત સિંહ માં બધાની વચ્ચે પોતાની વાત રાખવાની હિંમત તો ચોક્કસ છે.
તાજા સમાચાર એ છે કે એટલી માંફી માંગવા છતા પણ સલમાન ખાન અરિજીત સિંહને માફ કરવાના મુડમાં નથી. ખબરનું માન્યે તો ફિલ્મમાં ગીત તો એજ રહેશે પરંતુ હવે તે સોંગ રાહત ફતેહ અલી ખાન ના અવાઝમાં આવશે.
આ મામલામાં મિકા સિંહ પછી પલાસ સેને કંઈક એવું કહ્યું છે કે જેનાથી બોલિવૂડ સ્ટાર પણ શરમાઈ જાય. પલાસ સેને બોલિવૂડ મ્યુઝીક આગળ મરતા પોપ મ્યુઝીક માટે નિરાશા બતાવી છે અને કહ્યું છે કે શરમની વાત છે કે આજે ટોપ સિંગરને કામ માટે સુપરસ્ટાર પાસે ભીખ માંગવી પડે છે.
સલમાન ખાન અને અરિજીત સિંહ ના મામલામાં ઘણા નિવેદનો આવ્યા છે. જેને તમને નીચે જોઈ શકો છો...

પલાસ સેન
પલાસ સેને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે સિંગરને સુપરસ્ટાર પાસે કામ માટે ભીખ માંગવી પડે તે શર્મનાક છે.

મિકા સિંહ
અરિજીત સિંહ સાથે હું વાત કરીશ મને ચોક્કસ ખાતરી છે કે સલમાન ખાન તેને માફ કરી દેશે.

શું હતો મુદ્દો
એક એવોર્ડમાં સલમાન ખાન જયારે હોસ્ટ કરી રહ્યા હતા ત્યારે અરિજીત સિંહ કંઈક એવું કહી બેઠા જેના માટે તેઓ આજે પણ સલમાન ખાન ની માફી માંગી રહ્યા છે.

શું કહ્યું હતું અરિજીત સિંહે
એવોર્ડ લેવા માટે જયારે અરિજીત સિંહ સ્ટેજ પર આવ્યા ત્યારે સલમાન ખાને કહ્યું કે ઊંઘી ને ઉઠયા છો. ત્યારે અરિજીત સિંહે કહ્યું કે શું કરું તમે તો બધાને સુવડાવી જ દીધા.

માફી પર માફી
અરિજીત સિંહે કહ્યું કે તેઓ સલમાન ખાનની માફી માંગશે અને તેમને ખબર છે કે સલમાન ખાનનું દિલ ખુબ જ મોટું છે અને તેઓ તેને માફ કરી દેશે.

રાહત ફતેહ અલી ખાન
અરિજીત સિંહનું ગીત હવે રાહત ફતેહ અલી ખાન ગાઈ ચુક્યા છે.

ઘણા સિંગર છે સલમાન થી નારાજ
સોનું નિગમ પણ સલમાન ખાનની ફિલ્મોમાં ગીત નથી ગાતા કારણકે સલમાન ખાને ફિલ્મ કિકમાં તેને ગીત હટાવી નાખ્યું હતું.

મારી ભૂલ નથી
અરિજીત સિંહે લખ્યું કે તેનો ઈરાદો સલમાનની બેઈજ્જતી કરવાનો ના હતો. તેને લખ્યું કે તે સમય ખોટો હતો અને બાદમાં તેમને માફી પણ માંગવાની કોસિસ કરી.

મને માફ કરી દો
મેં મારી ભૂલ માની લીધી છે મને માફ કરી દો. મેં તમને સમજાવવાની કોસિસ પણ કરી અને ઘણા મેસેજ પણ કર્યા.

બધાની સામે માફી માંગું છુ
હું અહી બધાની વચ્ચે માફી માંગું છુ. મહેરબાની કરીને મારું સોંગ સુલમાનમાંથી ના હટાવો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
