Pankaj Tripathi Birthday: જેલમાં સાત દિવસ ગુજારીને બદલાઈ ગયા હતા પંકજ ત્રિપાઠી, રસોઈયા તરીકે પણ નોકરી કરી
પંકજ ત્રિપાઠીના જીવન સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે, જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતુ હશે. આમાંનો એક કિસ્સો એવો છે કે જ્યારે પંકજને જેલની હવા ખાવી પડી હતી.
મુંબઈઃ પંકજ ત્રિપાઠી બૉલિવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર છે. ચાહકોના પ્રિય પંકજ આજે તેમનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પોતાના અભિનયના દમ પર તેમણે ઈન્ડસ્ટ્રીમાં ઘણુ સારુ સ્થાન હાંસલ કર્યુ છે. પંકજ ત્રિપાઠીના જીવન સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે, જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતુ હશે. આમાંનો એક કિસ્સો એવો છે કે જ્યારે પંકજને જેલની હવા ખાવી પડી હતી. હા! એટલુ જ નહિ પંકજ ત્રિપાઠી એક સમયે હોટલમાં રસોઈયાનુ કામ પણ કરી ચૂક્યા છે. ખૂબ જ સાદા પરિવારમાંથી આવતા પંકજે બાળપણના દિવસોમાં ખૂબ જ મુશ્કેલ સમય જોયો છે અને આજે તે બૉલિવુડના જાણીતા કલાકારોની યાદીમાં સામેલ છે.

46મો જન્મદિવસ મનાવી રહ્યા છે પંકજ
પોતાના દમદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લેનાર પંકજ ત્રિપાઠી આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મિર્ઝાપુરના કાલિન ભૈયાનુ પાત્ર ભજવીને પંકજે પોતાનો એક અલગ ચાહક વર્ગ બનાવ્યો છે. એટલુ જ નહ પંકજ તેની શ્રેષ્ઠ અભિનયથી તેની ફિલ્મના દરેક પાત્રમાં જીવ રેડી દે છે.

જ્યારે ખાવી પડી જેલની હવા
પીટીઆઈના સમાચાર મુજબ પંકજ ત્રિપાઠી જ્યારે મગધ યુનિવર્સિટીમાં હતા ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી સાથે જોડાયેલા હતા. આ દરમિયાન તેમને જેલની હવા ખાવી પડી હતી. તેનુ કારણ સરકાર સામે અવાજ ઉઠાવવાનુ હતુ. પટના જેલનો અનુભવ શેર કરતા પંકજે કહ્યુ કે તમારે જેલમાં કંઈ કરવાનુ નથી હોતુ. કોઈ મીટિંગ નહિ, રસોઈ નહિ, કંઈ નહિ.

બદલાઈ ગયા હતા પંકજ
પંકજ વધુમાં જણાવે છે કે જ્યારે વ્યક્તિ સંપૂર્ણપણે એકલી હોય છે ત્યારે તે પોતાની જાતને શોધે છે. એ સાત દિવસોમાં હું મારી જાતને શોધવા લાગ્યો. જ્યારે મેં હિન્દી સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે મને ખબર પડી કે તેણે મારુ જીવન બદલી નાખ્યુ.

ઘરમાં સુવિધાઓનો હતો અભાવ
પંકજ ત્રિપાઠીનો જન્મ 5 સપ્ટેમ્બર 1976ના રોજ એક હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક્ટર્સ એવા ગામમાંથી આવતા હતા જ્યાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હતો. આવી સ્થિતિમાં પંકજ શરૂઆતથી જ તેમના પિતાને ખેતી અને પંડિતાઈમાં મદદ કરતા હતા.

નાનપણમાં છોકરી બનીને કરતા એક્ટીંગ
પંકજને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. આનો પુરાવો એ હતો કે તેમણે ગામડાના નાટકોમાં છોકરી બનીને અભિનય કરવાનુ શરૂ કર્યુ. તેમની એક્ટિંગ જોઈને ગામના લોકોએ તેને બૉલિવુડમાં જવાની સલાહ આપી અને પછી અહીંથી તેમની બૉલિવુડ કરિયરની શરૂઆત થઈ.

રસોઈયાની નોકરી કરી
પંકજ ત્રિપાઠીએ થોડો સમય એક હોટલમાં રસોઈયા તરીકે પણ કામ કર્યુ હતુ. આ કામ કરતી વખતે અભિનેતા થિયેટરમાં પણ સક્રિય હતા. આ પછી તે દિલ્લી ગયા અને પોતાના સપનાને પાંખો આપવા માટે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાથે જોડાયા.












Click it and Unblock the Notifications
