For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચુપકે ચુપકે : પરેશ રાવલ બનશે ‘જિજ્જાજી’!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 જૂન : ક્યા કહતે હૈં તુમ્હારે જિજ્જાજી... યાદ આવે છે ધર્મેન્દ્રનું વારંવાર શર્મિલા ટાગોરને આમ કહેવું? અરે ભાઈ ચુપકે ચુપકે ફિલ્મની વાત કરી રહ્યાં છીએ અમે. ઋષિકેશ મુખર્જીની આ ફિલ્મ જેટલી યાદગાર છે, એટલું જ યાદગાર છે ઓમ પ્રકાશ દ્વારા ભજવાયેલ જીજાજીનું પાત્ર.

om-prakash-paresh-rawal

હવે ચુપકે ચુપકેની નવી આવૃત્તિ આવી રહી છે. ફિલ્મ નિર્માતા ઉમેશ શુક્લા આ નવી આવૃત્તિ લઈને આવી રહ્યાં છે અને તેમાં જીજાજી એટલે કે ઓમ પ્રકાશના રોલ માટે જાણીતા અભિનેતા પરેશ રાવલનું નામ નક્કી કરાયું છે. ઉમેશ શુક્લાની ઓહ માય ગૉડ એટલે કે ઓએમજી ફિલ્મમાં કાનજીના રોલમાં ધૂમ મચાવનાર પરેશ રાવલ પણ ઓમ પ્રકાશનો રોલ કરવાં તૈયાર થઈ ગયાં છે.

ઉમેશ શુક્લાએ જણાવ્યું કે ચુપકે ચુપકેમાં અમિતાભ બચ્ચન તથા ધર્મેન્દ્ર, શર્લિમા ટાગોર, જયા ભાદુરી, ઓમ પ્રકાશ, ડેવિડ તથા અસરાની જેવા કલાકારોએ યાદગાર કામ કર્યુ હતું અને ધર્મેન્દ્ર તો કેમ ભુલી શકાય કે જેમણે ખૂબ જ કૉમેડી કરી હતી.

ઉમેશ શુક્લાએ જણાવ્યું - અમે ચુપકે ચુપકેની નવી આવૃત્તિમાં સ્ક્રિપ્ટમાં ઘણાં પરિવર્તનો કર્યાં છે તથા તે ચુપકે ચુપકેની રીમેક નહિં હોય. ફિલ્મના બાકીના કલાકારોની પસંદગી ટુંકમાં જ કરી લેવાશે. સાજિદ તથા ફરહાદે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે તથા ફિલ્મનો મુસદ્દો અંતિમ તબક્કામાં છે. તે એક હળવીફુલ ફિલ્મ હશે. એક વાર સ્ક્રિપ્ટ પૂર્ણ થાય, પછી બાકીના કલાકારોની પસંદગી કરી લેવાશે.

નોંધનીય છે કે થોડાક વખત અગાઉ રિલીઝ થયેલ હિમ્મતવાલા ફિલ્મની રીમેકમાં પરેશ રાવલે કાદર ખાનનો રોલ કર્યો હતો.

English summary
Filmmaker Umesh Shukla has roped in actor Paresh Rawal to step into Om Prakash's shoes for the new version of the cult classic "Chupke Chupke".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X