હવે ‘આશિક’ સાથે ઇશ્ક લડાવશે ‘ઇશકઝાદી’
મુંબઈ, 8 જૂન : મોટા પડદે હવે આશિક અને ઇશકઝાદીનો ઇશ્ક જોવા મળશે. સમજ્યાં કે નહિં ભાઈ? અરે અમે વાત કરી રહ્યાં છીએ આશિકી 2ના હીરો આદિત્ય રૉય કપૂર તથા ઇશકઝાદે ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાને સાબિત કરનાર પરિણીતી ચોપરાની.

જાણવા મળે છે કે આદિત્ય અને પરિણીતી યશ રાજ ફિલ્મ્સની નવી ફિલ્મના હીરો-હીરોઇન છે. ઇશકઝાદેનું દિગ્દર્શન કરનાર હબીબ ફૈઝલ જ આ નવી ફિલ્મનું દિગ્દર્શન કરશે.
નોંધનીય છે કે ઇશકઝાદેના નિર્માતા પણ વાયઆરએફ હતું. ઇશકઝાદેમાં પરિણીતી ચોપરા સાથે અર્જુન કપૂર હતાં. આ ફિલ્મ માટે 60મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પરિણીતી ચોપરાને વિશેષ પુરસ્કાર અપાયુ હતું. વાયઆરએફની આ નવી ફિલ્મની વાર્તા પણ ફૈઝલે જ લખી છી. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે અને આવતા વર્ષના મધ્ય સુધીમાં તે રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
