પરીણિતી શાહરુખ સાથે કરશે હૅપ્પી ન્યુ ઈયર
મુંબઈ, 12 ઑક્ટોબર : શાહરુખ અને પ્રિયંકાની જોડીએ અત્યાર સુધી બૉલીવુડમાં ઘણી હૅડલાઇન્સ મેળવ છે અને હવે સમાચાર છે કે ફરાહ ખાનની આવનાર હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ પ્રિયંકાની બહેન પરીણિતી ચોપરા સાથે નજરે પડશે. પરીણિતી ચોપરાએ લૅડીઝ વર્સિસ રિક્કી બહેલ સાથે પોતાનું કરિયર શરૂ કર્યુ હતું. હાલ એમ પણ બૉલીવુડની જાણીતી અભિનેત્રીઓમાં તેની ગણતરી થવા લાગી છે અને તેમનુ અભિનય કૌશલ્ય બધા જાણે છે. હવે શાહરુખ ખાન સાથે કામ કર્યા બાદ પરીણિતીના કરિયરમાં વધુ ઉછાળો આવશે.

તાજેતરમાં જ આવેલ ઇશકઝાદે ફિલ્મ હિટ થયા બાદ પરીણિતીના અભિનય કૌશલ્યથી તમામ પ્રભાવિત થયાં અને પછી પરીણિતીને એક પછી એક ફિલ્મોની ઑફરો મળવા લાગી. હૅપ્પી ન્યુ ઈયર માટે પણ એક ટૅલેંટેડ એક્ટ્રેસની શોધ ચાલી રહ હતી અને છેલ્લે ફરાહની શોધ ખતમ થઈ પરીણિતી ઉપર. હાલ તો આ અંગે ફરાહે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી, પરંતુ સમાચાર એ જ છે કે ફરાહ પોતાની ફિલ્મમાં પરીણિતીને જ શાહરુખ સાથે કાસ્ટ કરવાનું વિચારી રહ્યાં છે.
કહેવાતું હતું કે પરીણિતી અગાઉ વિદ્યા બાલનને લેવામાં આવવાની હતી, પરંતુ ફેરારી કી સવારીમાં વિદ્યાના આઇટમ સૉંગ દરમિયાન તેમના ફિગરને જોઈ ફરાહે પોતાનો નિર્ણય બદલી નાંખ્યો. તેમને પોતાની ફિ્લ્મ માટે કોઈ સેક્સી અને યંગ અભિનેત્રી જોઇએ છે. હાલ તો પરીણિતી જ તેમની ચૉઇસ બની છે, પરંતુ જ્યાં સુધી ફરાહ આ રહસ્ય ઉપરથી પડદો નહીં ઉંચકે કે તેઓ કોને કાસ્ટ કરી રહ્યાં છે, ત્યાં સુધી એમ કહેવું મુશ્કેલ છે કે પરીણિતી શાહરુખ સાથે હૅપ્પી ન્યુ ઈયર કરશે કે કેમ?












Click it and Unblock the Notifications
