કઈંક રંધાઈ રહ્યું છે પરિણીતી-મનીષ વચ્ચે

મુંબઈ, 18 સપ્ટેમ્બર : લેડીઝ વર્સિસ રિકી બહલ સાથે પોતાના કરિયરની શરુઆત કરનાર અને પછી ઇશ્કઝાદે ફિલ્મ વડે બધાને પોતાનું ઘેલું લગાડનાર બિન્દાસ્ત એક્ટ્રેસ પરિણીતી ચોપરાનું નામ ફરી એક વાર બૉલીવુડની પ્રેમ દીવાની એક્ટ્રેસમાં આવી ગયું છે.

Parineeti-Chopra

પણ આ વખતે તેનું નમ દિગ્દર્શક જેકી ભાગનાની કે પછી એક્ટ ઉદય ચોપરા સાથે નહિં, પણ તેમની જ પ્રથમ ફિલ્મ લેડીઝ વર્સિસ રિકી બહલના દિગ્દર્શક મનીષ શર્મા સાથે સાંકળવામાં આવી રહ્યું છે. તેથી જ પરિણીતી ચર્ચામાં છે.

મળતી માહિતી પ્રમાણે પરિણીતી ચોપરાને દિગ્દર્શક મનીષા શર્મા સાથે ઘણી વખત મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલ રેસ્ટોરંટમાં જોવામાં આવ્યું છે.

નોંધનીય છે કે મનીષ શર્માએ પણ બે વરસ પહેલાં જ 2010માં અનુષ્કા શર્મા અને રણબીર કપૂર સાથે ફિલ્મ બેન્ડ બાજા બારાત સાથે પોતાનાં કરિયરની શરુઆત કર હતી અને આ ફિલ્મ માટે તેમને બેસ્ટ દિગ્દર્શક તરીકેનો એવૉર્ડ પણ મળ્યો હતો. તે પછી તેમની ફિલ્મ લેડીઝ વર્સિસ રિકી બહલ પણ ઘણી વખણાઈ અને બૉક્સ ઑફિસ ઉપર આ ફિલ્મ પણ હિટ સાબિત થઈ. આ જ ફિલ્મથી પરિણીતી ચોપરાના કરિયરને આટલો ઉછાળો મળ્યો.

હવે મનીષ અને પરિણીતી વચ્ચે શું રંધાઈ રહ્યું છે, તે તો તેઓ પોતે જ જાણે છે. શક્ય છે કે ઇશ્કઝાદેની સફળતા બાદ પરિણીતીને ફરી એક વાર મનીષ પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હોય. અથવા તો પછી એમ પણ શક્ય છે કે પરિણીતી પાસે તો અત્યારે કોઈ ફિલ્મ નથી, તો કદાચ તે મનીષને પોતાને લઈને ફિલ્મ બનાવવા માટે કહેતી હોય.

વળી બૉલીવુડમાં અત્યારે કામની ઘણી તંગી ચાલી રહી છે. પરિણીતીની સાથે-સાથે તેની બહેન પ્રિયંકા ચોપરા પાસે પણ ફિલ્મો નથી. એવામાં પરિણીતીએ કોઈક સેફ ગેમ તો રમવી જ રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X