રાઘવ ચઢ્ઢા સાથે લગ્નની તૈયારી કરી રહી છે પરિણીતિ ચોપરા? આ એક્ટરે વાત કન્ફર્મ કરી!
આ દિવસોમાં બોલિવૂડ અભિનેત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાની લવ સ્ટોરીની ખુબ ચર્ચા છે. બન્ને સાથે લંચ પર જોવા મળ્યા બાદ શરૂ થયેલી આ ચર્ચા હવે બન્નેના લગ્ન સુધી પહોંચી છે. હાલમાં જ આમ આમી પાર્ટીના નેતા સંજીવ અરોરાએ બન્નેને અભિનંદન આપ્યા હતા. હવે વધુ એક વ્યક્તિએ આ દિશામાં ઈશારો કર્યો છે.

બન્ને લગ્ન કરવા જઈ રહ્યા છે?
સંજીવ અરોરાએ અભિનંદન આપતા આ ચર્ચાએ જોર પકડ્યુ છે. હવે અભિનેતા હાર્ડી સંધુએ આ ચર્ચામાં ઘી હોમવાનું કામ કર્યુ છે. હાર્ડી સંધુએ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની પુષ્ટિ કરી છે અને પરિણીતિને અભિનંદન આપ્યા છે.

હાર્ડી સંધુએ અભિનંદન આપ્યા
હાર્ડી સંધુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, પરિણીતી ચોપરા લગ્ન કરી રહી છે તેનાથી તે ખુશ છે. તેમણે કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે આ વસ્તુ ખરેખર થઈ રહી છે. મેં તેને શુભેચ્છા પાઠવી છે. અહીં હાર્ડી સંધુએ આગળ જણાવ્યુ કે, તેણે અને પરિણીતી ચોપરાએ લગ્નની વાત કરી હતી. અમે કોડ નેમઃ તિરંગાના શૂટિંગ દરમિયાન લગ્ન વિશે પચર્ચા કરી હતી. તે સમયે પરિણીતીએ કહ્યું હતું કે હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને લાગશે કે મને યોગ્ય વ્યક્તિ મળી ગઈ છે.

ફોન પર વાત કરી હોવાનો દાવો કર્યો
હાર્ડી સંધુએ આગળ જણાવ્યું કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચાર આવ્યા બાદ તેણે અભિનેત્રીને ફોન કર્યો હતો. હાર્દિક સંધુએ આ વિશે જણાવ્યું કે, મેં પરિણીતીને ફોન કરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

બન્ને એરપોર્ટ પર જોવા મળ્યા હતા
અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અહીં પરિણીતી ચોપરા મીડિયા તરફ ધ્યાન ન આપતા કારમાં બેસીને રવાના થઈ ગઈ. અહેવાલો અનુસાર, ભારત આવીને પ્રિયંતા ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે મુલાકાત કરી શકે છે.












Click it and Unblock the Notifications
