પરિણીતીને મળ્યો ‘Khan’...!! સૈફ સાથે રોમાંસ કરશે શુદ્ધ દેસી ગર્લ!

મુંબઈ, 13 જૂન : બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા બહુ ખુશ છે. તેમની એક મહત્વની ઇચ્છા પૂરી થઈ ગઈ છે. આ ઇચ્છા હતી બૉલીવુડના ખાન સાથે કામ કરવાની. પરિણીતી ચોપરાની અત્યાર સુધી ચાર ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે અને બે ફિલ્મો તેમના હાથ ઉપર છે, પરંતુ એકેય ફિલ્મમાં પરિણીતીના હીરો કોઈ ખાન નથી.

પરિણીતી ચોપરાને બૉલીવુડમાં ચાર-ચાર ખાન દેખાય છે, પરંતુ એકેય ખાન સાથે તેમને ફિલ્મ કરવાની અત્યાર સુધી તક નહોતી મળી. હવે પરિણીતીને બૉલીવુડના એક ખાને આ તક પૂરી પાડી દીધી છે. હા જી, પરિણીતી ચોપરા ટુંકમાં જ રૂપેરી પડદે સૈફ અલી ખાન સાથે રોમાંસ કરતા નજરે પડશે. આ સાથે જ પરિણીતી ચોપરા પણ બહુ ખુશ છે કે ભલે સૈફ હોય, પણ ખાન તો છે ને. ભલે શાહરુખ, સલમાન કે આમિર નથી, પરંતુ ખાન તો સૈફ અલી પણ છે જ અને પરિણીતી એમ પણ સૈફના બહુ મોટા ફૅન રહ્યાં છે.

પરિણીતીને સૈફ અલી ખાન સાથે કામ કરવાની તક અપાવવામાં સૌથી મોટો ફોળો કરીના કપૂરનો છે. મળતી માહિતી મુજબ સૈફના પત્ની કરીના પરિણીતીના સહજ સ્વભાવને બહુ પસંદ કરે છે અને તેમણે ધાર્યુ હતું કે પરિણીતી તેમના પતિના પ્રોડક્શન હાઉસ હેઠળ બનનાર ફિલ્મનો ભાગ બને. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મ એક રોમાંટિક કૉમેડી હશે કે જેમાં બે એકદમ વિરોધી સ્વભાવના લોકો વચ્ચે પ્રેમ થઈ જાય છે.

ચાલો તસવીરો સાથે જાણીએ પરિણીતી ચોપરા શું કહે છે આ ફિલ્મ અંગે :

લૅડીઝ વર્સિસ રિકી બહલ

લૅડીઝ વર્સિસ રિકી બહલ

પરિણીતી ચોપરાએ લૅડીઝ વર્સિસ રિકી બહલ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું કે જેમાં રણવીર સિંહ અને અનુષ્કા શર્મા પણ લીડ રોલમાં હતાં.

ઇશકઝાદેથી સિક્કો ચાલ્યો

ઇશકઝાદેથી સિક્કો ચાલ્યો

પરિણીતી ચોપરાનો બૉલીવુડમાં સિક્કો ચાલ્યો ઇશકઝાદે ફિલ્મની સફળતાથી કે જેમાં તેમના હીરો અર્જુન કપૂર હતાં.

સફળતાના માર્ગે

સફળતાના માર્ગે

ઇશકઝાદે બાદ પરિણીતી ચોપરા બૉલીવુડમાં સતત સફળતાના માર્ગે આગળ વધી રહ્યાં છે કે જેમાં શુદ્ધ દેસી રોમાંસ અને હસી તો ફસી જેવી ફિલ્મોની સફળતાને શ્રેય જાય છે. શુદ્ધ દેસી રોમાંસમાં સુશાંત સિંહ રાજપૂત તથા વાણી કપૂર અને હસી તો ફસીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ પરિણીતી સાથે હતાં.

આવનાર ફિલ્મો

આવનાર ફિલ્મો

પરિણીતી ચોપરાની આવનાર ફિલ્મોમાં દાવતે ઇશ્ક અને કિલ દિલનો સમાવેશ થાય છે. આ બંને ફિલ્મો સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. દાવતે ઇશ્કમાં આદિત્ય રૉય કપૂર તથા કિલ દિલમાં રણવીર સિંહ અને અલી ઝફર પણ લીડ રોલમાં છે.

હવે સૈફ સાથે

હવે સૈફ સાથે

પરિણીતી ચોપરા હવે સૈફ અલી ખાન સાથે રોમાંસ કરતા નજરે પડશે કે જેને લઈને તેઓ ખૂબ જ ઉત્સાહિત અને રોમાંચિત છે.

લાગણીશીલ સૈફ

લાગણીશીલ સૈફ

પરિણીતીએ જણાવ્યું - હું વર્ષોથી સૈફની બહુ મોટી પ્રશંસક રહી છું. તેઓ મને લાગણીશીલ બનાવી દે છે.

અવિશ્વસનીય વાત

અવિશ્વસનીય વાત

પરિણીતી કહે છે - અહીં સુધી કે મને વિશ્વાસ નથી થતો કે હું સૈફ સાથે ફિલ્મ કરી રહી છું.

સૈફનું પ્રોડક્શન હાઉસ

સૈફનું પ્રોડક્શન હાઉસ

તેઓ કહે છે - આ ફિલ્મ સૈફના પ્રોડક્શન હાઉસ ઇન્યુમિનેટીના બૅનર હેઠળ નબી રહી છે.

રોમાંચનુ વધુ એક કારણ

રોમાંચનુ વધુ એક કારણ

પરિણીતીએ જણાવ્યું - રસપ્રદ વાત એ છે કે સૈફના સાથી દિનેશ વિજાન આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. તેથી અહીં રોમાંચિત થવાનુ બમણુ કારણ છે.

પહેલી વાર ખાન સાથે

પહેલી વાર ખાન સાથે

સૈફ સાથે કામ કરવા અંગેની ખુશીનું કારણ જણાવતા પરિણીતી કહે છે - અત્યાર સુધી મેં માત્ર યુવા અભિનેતાઓ સાથે કામ કર્યું છે. કોઈ ખાન સુપરસ્ટાર સાથે આ મારી પ્રથમ ફિલ્મ હશે.

બીજા ખાનોનો પણ વારો આવશે

બીજા ખાનોનો પણ વારો આવશે

પરિણીતીએ જણાવ્યું - આશા છે કે સૈફ સાથેની આ ફિલ્મ બાદ મને બીજા ખાન કલાકારો સાથે કામ કરવાની પણ તક મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X