For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પટૌડી પૅલેસમાં યોજાશે સૈફ-કરીનાના લગ્નનો જલસો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 ઑક્ટોબર : જેમ-જેમ સૈફ-કરીનાના લગ્નની તારીખ નજીક આવતી જાય છે તેમ-તેમ તેમના અંગે રોજેરોજ નવી વાતો સામે આવી રહી છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે સૈફ-કરીનાના લગ્નની પાર્ટી હવે પટૌડી પૅલેસમાં યોજાશે. પટૌડી પૅલેસ કે જે વર્તમાનમાં એક હોટેલ તરીકે સંચાલિત છે તેની તમામ બુકિંગ 26મી ઑક્ટોબર સુધી રોકી દેવામાં આવી છે અને છેલ્લા એક સપ્તાહથી તેને શણગારવાનું કાર્ય ચાલુ છે.

Kareena-Saif

તેથી જ કહેવામાં આવી રહ્યું છે કે સૈફ-કરીના 16મી ઑક્ટોબરે કોર્ટ મૅરેજ કર્યા બાદ આ જ પૅલેસમાં પોતાનાં લગ્નનો જલસો યોજશે. તમામ તૈયારીઓની સૈફના અમ્મીજાન શર્મિલા ટાગોરે ઉપાડી છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ પોતાના લગ્નની શોપિંગ લંડનમાં કરીને પરત ફરી ચુક્યાં છે.

કરીનાએ એક મહીના માટે પોતાના તમામ કાર્યોમાંથી રજા લઈ લીધી છે. કરીનાએ પોતાની ફિલ્મોની તારીખો આગળ વધારી દીધી છે. તેથી કરીના પોતાની આવનાર ફિલ્મ તલાશનું પ્રમોશન કરતાં પણ નજરે નહિં પડે. આ ફિલ્મમાં તેનો હીરો આમિર ખાન છે. ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં કરીના વેશ્યાના પાત્રમાં છે.

English summary
Patudi Palace is Ready for Saif Ali Khan And Kareena Kapoor Wedding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X