બધા રેકોર્ડ ધ્વસ્ત કરી છે શાહરૂખની Pathaan, અધધ આટલી સ્ક્રીન પર રિલીઝ થનારી પહેલી હિન્દી ફિલ્મ બની
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ રિલીઝ થતા જ ધમાલ મચાવી રહી છે. હવે ફિલ્મ સૌથી વધુ સ્ક્રીનમાં રિલીઝ થનારી પહેલી હિન્દી ફિલ્મ બની ગઈ છે.
મુંબઈ : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની વિવાદાસ્પદ ફિલ્મ સિનેમાઘરોમાં આવી ગઈ છે. દીપિકાની બિકીનીને લઈને વિવાદે ચડ્યા બાદ ફિલ્મ એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. લાંબા સમયથી દર્શકો રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે આખરે ફિલ્મ રિલીઝ થઈ છે અને દર્શકો તેને જોરદાર રીતે વધાવી રહ્યા છે. આ ફિલ્મે રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં જ રેકોર્ડ બ્રેક ટિકિટો વેચી હતી ત્યારે હવે સ્ક્રીનના મામલે પણ ફિલ્મ રેકોર્ડ બનાવી રહી છે.

ફિલ્મ એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે
પઠાણની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી ત્યારે ફિલ્મ પહેલા દિવસે જ કમાણીમાં ઘણા રેકોર્ડ તોડી શકે છે. આ સિવાય ફિલ્મ સ્ક્રીન મુદ્દે પણ નવા રેકોર્ડ બનાવી રહી છે. સામે આવી રહેલા આંકડા અનુસાર દેશ અને વિદેશમાં આ ફિલ્મને કુલ 8000 હજાર સ્ક્રીન પર રિલીઝ કરાઈ છે. છેલ્લે સ્થિતી એ સર્જાઈ છે કે 300 સ્ક્રીન વધારવી પડી છે.

સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ થનારી ફિલ્મ
રિલીઝ સાથે જ પઠાણ સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ થનારી ફિલ્મ બની ગઈ છે. હાલ Pathaan ભારતમાં 5500 સ્ક્રીન અને વિદેશમાં 2500 સ્ક્રીન પર રિલઝ કરવામાં આવી છે. દર્શકોનો ઉત્સાહ જોતા ફિલ્મ માટે સ્ક્રીનની સંખ્યા વધારવી પડી છે. આ પહેલા ફિલ્મ ભારતને દેશમાં 5200 અને વિદેશમાં 2500 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી.

લાંબા સમય બાદ શાહરૂખનું કમબેક
આ ફિલ્મથી શાહરૂખ ખાન લાંબા સમય બાદ બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. આ પહેલા તે 2018માં ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. અહીં તમને એ પણ જણાવી દઈએ કે Pathaan માં શાહરૂખ અને દીપિકા સાથે જ્હોન અબ્રાહમ પણ છે.












Click it and Unblock the Notifications
