શાહરુખ ખાનની 'પઠાન'માંથી હટાવાયા આ 10 સીન્સ, મળ્યુ U/A સર્ટિફિકેટ, બિકિની સાથે કરવામાં આવ્યુ આ કામ

સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશ(CBFC)ની ભલામણો પર કરવામાં આવેલા દસ કટ પછી ફિલ્મને U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યુ છે.

Shahrukh Khan Pathaan: બૉલિવુડના સુપરસ્ટાર અને અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાન' વિવાદમાં ઘેરાયેલી છે. આ ફિલ્મના બેશરમ રંગ ગીતના કપડાંને લઈને હોબાળો મચી ગયો છે. દેશભરમાં ઘણી જગ્યાએ ફિલ્મનો વિરોધ થયો અને શાહરુખ ખાનના પૂતળા બાળવામાં આવ્યા. જો કે, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશ(CBFC)ની ભલામણો પર કરવામાં આવેલા દસ કટ પછી ફિલ્મને U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યુ છે.

પઠાનને મળ્યુ U/A સર્ટિફિકેટ

પઠાનને મળ્યુ U/A સર્ટિફિકેટ

બૉલિવુડ હંગામાના રિપોર્ટ મુજબ સીબીએફસીએ ફિલ્મ પઠાનમાં 10 કટ લગાવ્યા છે અને ત્યારબાદ આ ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. સર્ટિફિકેટ મુજબ આ ફિલ્મની લંબાઈ 146 મિનિટ છે એટલે કે ફિલ્મ પઠાન 2 કલાક 26 મિનિટની મૂવી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે બેશરમ રંગ ગીતના રિલીઝ થયા બાદ હોબાલો મચાવેલ ભગવા બિકિનીના સીનને ફિલ્મમાંથી હટાવવામાં આવ્યો છે કે નહિ. પરંતુ આ ગીતથી દીપિકાના બૉડી ક્લોઝ-અપ શૉર્ટ્સ, 'બહુત હી તંગ કીયા' બોલ દરમિયાન બોલ્ડ ડાંસ મૂવ્સ અને એક વાંધાજનક સાઈડ પોઝને હટાવી દેવામાં આવ્યો છે.

આ શબ્દોમાં કરવામાં આવ્યો ફેરફાર

આ શબ્દોમાં કરવામાં આવ્યો ફેરફાર

ફિલ્મના સંવાદોમાં અમુક શબ્દો બદલી દેવામાં આવ્યા છે. 'લંગડે-લૂલે'ને 'ટૂટે-ફૂટે' સાથે બદલી દેવામાં આવ્યા છે. પીએમઓને 13 જગ્યાએ રાષ્ટ્રપતિ/મંત્રીઓથી બદલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતમાતા, અશોકચક્ર અને કેએફબી જેવા શબ્દોનુ પણ સંપાદન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન રશિયાના સંદર્ભને હટાવી દેવામાં આવ્યુ છે અને સ્કૉચ શબ્દને ડ્રિંક શબ્દથી બદલી દેવામાં આવ્યો છે.

પઠાનના આ સીન પર હતો વાંધો

પઠાનના આ સીન પર હતો વાંધો

તમને જણાવી દઈએ કે ફિલ્મ 'પઠાન'ના ગીત 'બેશરમ રંગ'એ રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. જો કે કેટલાક લોકોને આ ટ્રેક ઘણો પસંદ આવ્યો છે પરંતુ કેટલાક લોકોને આ ગીતમાં ભગવા અને લીલા રંગની બિકીનીમાં દીપિકા પાદુકોણ વાંધાજનક લાગી છે. ભારતના ઘણા રાજ્યોમાં અનેક ધાર્મિક સંગઠનોએ વિરોધ પણ કર્યો અને દીપિકા-શાહરુખના પૂતળા પણ બાળવામાં આવ્યા. આ ગીતને વાંધાજનક ગણાવતા કેટલાક લોકોએ મીડિયા સામે કહ્યુ કે જો આ સીનને ફિલ્મમાંથી હટાવવામાં નહિ આવે તો આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવશે નહિ.

સ્ટાઈલિશ શાલીના નથાનીએ કહી આ વાત

સ્ટાઈલિશ શાલીના નથાનીએ કહી આ વાત

દીપિકા પાદુકોણની સ્ટાઈલ વિશે આ ગીતની સ્ટાઇલિશ શાલિના નથાનીએ કહ્યુ- હું પણ આ ગીતને આ રીતે બનાવવા માટે ઉત્સાહિત હતી જે તમે પહેલા ક્યારેય નહિ જોયુ હોય. હું ઇચ્છતી હતી આ પ્રકારના ગીતમાં તમે જે જોશો એનાથી કપડાં બહુ અલગ હોય. ત્યાં સુધી કે તેણે સ્વિસૂટ પણ પહેર્યા છે, તેમાં પણ એવા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો જે સામાન્ય કરતાં અલગ હોય. હું એવુ કંઈક કરવા માંગતી હતી જે આશા છે કે લાંબા સમય સુધી ચાલશે.

શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મો

શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મો

હાલમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તે દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ સાથે જોવા મળશે. આ સિવાય શાહરૂખ ખાન ડાયરેક્ટર એટલીની ફિલ્મ 'જવાન'માં સાઉથની જાણીતી અભિનેત્રી નયનતારા સાથે જોવા મળશે. શાહરૂખ ખાન પણ પહેલીવાર ડિરેક્ટર રાજકુમાર હિરાની સાથે ફિલ્મ 'ડંકી'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ જોવા મળશે.

દીપિકા પાદુકોણના અપકમિંગ પ્રોજેક્ટ્સ

દીપિકા પાદુકોણના અપકમિંગ પ્રોજેક્ટ્સ

દીપિકા પાદુકોણ પાસે હાલમાં ઘણી ફિલ્મો છે. હાલમાં જ તે શાહરૂખ ખાન અને જૉન અબ્રાહમ સાથે ફિલ્મ 'પઠાન'માં જોવા મળશે. આ પછી તે રિતિક રોશન સાથે ફિલ્મ 'ફાઇટર'માં જોવા મળશે. દીપિકા પાદુકોણ સાઉથના ફેમસ એક્ટર પ્રભાસ સાથે ફિલ્મ 'પ્રોજેક્ટ કે'માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ હશે. દીપિકા પાદુકોણ બૉલિવુડ એક્ટર અજય દેવગન સાથે ફિલ્મ 'સિંઘમ 3'માં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X