રોજ રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે Pathaan, જાણો 5માં દિવસે કેટલી કમાણી કરી?
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર પઠાણ સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. ફિલ્મ બહુ જલ્દી 300 કરોડનો આંકડો પાર કરશે.
નવી દિલ્હી : દીપિકાની બિકીનીને લઈને વિવાદે ચડેલી શાહરૂખ ખાનની પઠાણ રોજ રોજ રોજ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. બાયકોટની ધમકીઓ વચ્ચે ફિલ્મ સિનેમાધરોમાં છવાઈ છે અને સતત દર્શકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ફિલ્મ ધમાકેદાર રીતે કમાણી કરી છે અને 300 કરોડ ક્લબમાં સામેલ થવા જઈ રહી છે.

ફિલ્મ કમાણીના રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મ શરૂઆતથી અત્યાર સુધી નોનસ્ટોપ કમાણી કરી રહી છે અને વીકેન્ડમાં ધમાલ મચાવી દીધી છે. શાહરૂખ અને દીપિકા સ્ટારર પઠાણે પાંચમા દિવસે પણ બમ્પર કમાણી જારી રાખી છે.
શાહરૂખ ખાન 4 વર્ષ બાદ ફિલ્મ પઠાણથી મોટા પડદા પર પરત ફર્યો છે. ધમાકેદાર શરૂઆથ બાદ પઠાણ પહેલા દિવસે જ 52 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી છે. ફિલ્મ એ માત્ર 5 દિવસમાં 277 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યુ છે. પઠાણ પહેલી હિન્દી ફિલ્મ છે જે આટલા ઓછા સમયમાં આ રેકોર્ડ બનાવી શકી છે.
ફિલ્મ સમીક્ષકો અનુસાર, આ ફિલ્મ માત્ર હિન્દી ભાષામાં જ રવિવારે 60 થી 62 કરોડનો બિઝનેસ કર્યો છે. પઠાણે માત્ર 5 દિવસમાં બોક્સ ઓફિસ પર 278-280 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ આવનારા દિવસોમાં આ ફિલ્મ 300 કરોડનો આંકડો પાર કરી શકે છે.












Click it and Unblock the Notifications
