Pathaan : 100 કરોડથી માત્ર આટલી દુર છે પઠાણની કમાણી, જાણો આજ સુધીના આંકડા
પઠાણે 13 દિવસમાં ભારત અને વિશ્વમાં 850 કરોડથી વધુની કમાણી કરી લીધી છે અને ફિલ્મની કમાણી હજુ યથાવત છે.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ભારત અને દુનિયામાં પઠાણની કમાણીના આંકડા ઘણી ફિલ્મોને પાછળ છોડી રહ્યા છે. બોક્સ ઓફિસ પર પઠાણની કમાણીએ બોલિવૂડમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે ત્યારે હવે ફિલ્મ બહુ જલ્દી 1000 કરોડનો આંકડો પાર કરવા જઈ રહી છે.

આંકડાઓ પર નજર કરીએ તો, પઠાણે 13 દિવસમાં ભારત અને વિશ્વમાં 850 કરોડથી વધુની કમાણી કરી લીધી છે અને ફિલ્મની કમાણી હજુ યથાવત છે.
પઠાણને ભારત સાથે સાથે વિદેશમાં પણ જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છેે. પઠાણે અત્યારસુધીમાં વિદેશમાંથી 323 કરોડનું કલેક્શન કર્યું છે. શાહરૂખ ખાનની પઠાણ દુનિયામાં ધમાકેદાર રીતે આગળ વધી રહી છે.
દુનિયાની સાથે પઠાણ ભારતમાં પણ જોરદાર પ્રદર્શન કરી રહી છે. આંકડા અનુસાર, પઠાણે 13માં દિવસે બોક્સ ઓફિસ પર 8.25 કરોડનું ભવ્ય કલેક્શન કર્યું છે. ભારતમાં પઠાણે તમામ ભાષાઓથી કુલ 438.45 કરોડની કમાણી કરી છે. અહીં તમને જમાવી દઈએ કે શરૂઆતમાં દીપિકાની ભગવા બિકીનીને લઈને વિવાદે ચડેલી પઠાણ તમામ ફિલ્મોને પછાડીને રેકોર્ડ બ્રેક ક્લેક્શન કરી રહી છે.












Click it and Unblock the Notifications
