પહેલા અઠવાડિયામાં તમામ મોટી ફિલ્મોને પછાડી ટોપ પર પહોંચી Pathaan, જાણો અત્યારસુધીનું કલેક્શન
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધમાલ કરી રહી છે. પહેલા અઠવાડીયામાં જ પઠાણે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ આ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ એક અઠવાડીયામાં જ બ્લોક બસ્ટર સાબિત થઈ છે અને ભારતમાં 300 કરોડને પાર કરીને વર્લ્ડ વાઈલ્ડ 600 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ હજુ પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે અને અને એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી છે. હવે ફિલ્મ અઠવાડિયામાં જ 300 કરોડનો આંકડો પાર કરીને KGF 2 ને પછાડીને ટોપ પર પહોંચી ગઈ છે.

પઠાણ
પઠાણ રિલીઝના પહેલા દિલસથી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ અત્યારસુધીમાં રેકોર્ડ કમાણી સાથે પહેલા અઠવાડિયામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. પઠાણે રિલીઝના પહેલા અઠવાડિયામાં 318.50 કરોડની કમાણી કરી છે.

KGF 2
ગયા વર્ષે ધમાલ મચાવનારી KGF 2ને પઠાણે પાછળ છોડી દીધી છે. સાઉથ સુપર સ્ટાર યશની ફિલ્મ KGF 2એ પહેલા અઠવાડિયામાં 268.63 કરોડની કમાણી કરી હતી. હવે ફિલ્મ બીજા નંબરે આવી ગઈ છે.

બાહુબલી 2
સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 આ યાદીમાં હવે ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.2017માં આવેલી બાહુબલી 2 એ પહેલા અઠવાડિયામાં 247 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

વોર
ઋતિક રોશનની ફિલ્મ વોરે પહેલા અથવાડિયામાં 238.35 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ હતો. હવે ફિલ્મ યાદીમાં ચૌથા નંબરે છે.

સુલતાન
સલમાન ખાનની સુપર હિટ ફિલ્મ સુલતાને પહેલા અઠવાડિયામાં 229.16 કરોડની કમાણી કરી હતી. શાહરૂખ ખાનની પઠાણ આ તમામ ફિલ્મો પર ભારી પડી રહી છે અને ઝડપથી આગળ વધી રહી છે.












Click it and Unblock the Notifications
