વિવાદો વચ્ચે Pathaanના બીજા સોંગનો ફર્સ્ટ લુક જારી કરાયો, જુઓ પહેલી ઝલક

બેશરમ રંગ સોંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે પઠાણ ફિલ્મના બીજા ગીતનો ફર્સ્ટલુક સામે આવ્યો છે. આ સોંગમાં શાહરૂખ અને દીપિકાની કેમેસ્ટ્રી જોવા મળશે.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણના પહેલા સોંગ બેશરમ રંગને લઈને મોટો વિવાદ થયા બાદ હવે તેના બીજા સોંગનો ફર્સ્ટ લુક જારી કરાયો છે. બીજા સોંગ જુમે જો પઠાનમાં શાહરૂખ કાન અને દીપિકાની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ સોંગમાં દીપિકા ગ્લેમરસ અંદાજમાં જોવા મળી છે. હવે આ સોંગ 22 ડિસેમ્બરે રિલિઝ કરાશે.

Pathaan

આ સોંગને લઈને વાત કરતા પઠાણના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે જણાવ્યુ કે, ઝૂમે જો પઠાણ પઠાણની ભાવના સાથેનું ગીત છે. આ સોંગ શાહરૂખ ખાને ગાયું છે. આ ગીત ડિટેક્ટીવ વ્યક્તિત્વની વિશેષતા દર્શાવે છે. તેનો સ્વેગ, તેની ઉર્જા, તેનો ઉત્સાહ અને તેનો આત્મવિશ્વાસ દરેકને આકર્ષિત કરશે.

તેમણે આગળ જણાવ્યુ કે, આ ગીત શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ફિલ્માવાયુ છે. સોંગ એક આધુનિક ફ્યુઝન કવ્વાલી છે. સોંગ પઠાણની સ્ટાઈલ અને રૂબતાનો ઉત્સવ છે. શાહરૂખને ગીત પર ડાન્સ કરતા જોયાને ઘણો સમય થઈ ગયો છે અને અમે આશા રાખીએ છીએ કે લોકો તેમના મનપસંદ સુપરસ્ટારને કિલર એટીટ્યુડમાં જોવાનો આનંદ આવશે.

સિદ્ધાર્થ આનંદે આગળ કહ્યું કે, આ સોંગમાં દીપિકા શાનદાર અંદાજમાં નજર આવશે. આ વિશ્વભરના એ ચાહકો માટે એક ટ્રીટ છે જેમના મનપસંદ ઓનસ્ક્રીન કપલ તરીકે શાહરૂખ અને દીપિકાને પસંદ કરે છે.

અહીં તમને જણાવી દઈએ કે, યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી પઠાણ 25 જાન્યુઆરીએ સિનેમાધરોમાં રિલિઝ થશે. ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ મુખ્ય ભુમિકામાં છે. હાલ ફિલ્મના સોંગને લઈને વિવાદ પણ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X