Pathaan WW Box Office Collection : ભારત સાથે સાથે વિદેશમાં પણ Pathaan ની ધુમ, જાણો અત્યારસુધીનું કલેક્શન
શાહરૂખ ખાનની પઠાણ બોક્સ ઓફિસ પર રૂપિયા છાપી રહી છે. ફિલ્મએ 700 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે અને સતત કમાણી કરી રહી છે.
નવી દિલ્હી : આ દિવસોમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર રૂપિયાનો વરસાદ કરી રહી છે. પહેલા અઠવાડિયામાં જ તમામ મોટી ફિલ્મોને પછાડી 300 કરોડથી બિઝનેસ કરનારી પઠાણ દુનિયામાં પણ ધમાલ મચાવી રહી છે. પઠાણે ભારતમાં 350 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે અને હજુ પણ કમાણી કરી છે.

ભારત સિવાય દુનિયાની વાત કરીએ તો, પઠાણ વર્લ્ડ વાઈલ્ડ પણ જોરદાર પ્રદર્શન કરી રહી છે. વર્લ્ડ વાઈલ્ડ ફિલ્મએ 700 કરોડની કમાણી કરી લીધી છે. પઠાણે પહેલા 9 દિવસમાં આ આંકડો પાર કર્યો છે. હવે જે રીતે ફિલ્મ કમાણી કરી રહી છે તે જોતા આગામી દિવસોમાં આસાનીથી 1000 કરોડનો આંકડો પાર કરી શકે છે. નિષ્ણાતોનું માનીએ તો ફિલ્મ આગામી વિકએન્ડ આ આંકડો પાર કરી શકે છે.
પઠાણ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ની ચોથી ફિલ્મ છે. આ પહેલા એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, વોર અને હવે પઠાણ સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. પઠાણમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સાથે સાથે સલમાન ખાને કેમિયો કર્યો છે. તેના નાના રોલને ખુબ પસંદ કરાયો છે. આ સિવાય ફિલ્મમાં આશુતોષ રાણા અને ડિંપલ કાપડિયા પણ છે.












Click it and Unblock the Notifications
