500 કરોડનો આંકડો પાર કરવા તરફ ઝડપની આગળ વધતી પઠાણ, જાણો આજ સુધીની કમાણી
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ હવે 500 કરોડનો આંકડો પાર કરવા જઈ રહી છે.
નવી દિલ્હી : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવેલી પઠાણે ભારતમાં જ 400 કરોડથી વધુની કમાણી કરી લીધી છે અને ફિલ્મ બહુ જલ્દી 500 કરોડનો આંકડો વટાવવા જઈ રહી છે.

દીપિકાની ભગવા બિકીનીને લઈને વિવાદે ચડેલી પઠાણને અભુતપુર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મને દર્શકો પસંદ કરી રહ્યા છે અને તેના કારણે ફિલ્મ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. આંકડા પર નજર કરીએ તો ફિલ્મે પહેલા 11 દિવસે જ 400 કરોડનો આંકડો વટાવી દીધો અને ત્યારબાદ 12માં દિવસે પણ ધમાકેદાર કમાણી કરી છે.
પઠાણે બોક્સ ઓફિસ પર બોલિવૂડ અને સાઉથની ફિલ્મોના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે ફિલ્મ 500 કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે. અહેવાલો અનુસાર, ફિલ્મે 12માં દિવસે 26 થી 28 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અહીં તમને જણાવી દઈએ કે ફિલ્મની કમાણીના આંકડા અંદાજિત આંકડા છે. આ આંકડા ઉપર નીચે હોઈ શકે છે પરંતુ ફિલ્મ સારી કમાણી કરી રહી છે તે નક્કી છે.
પઠાણમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સાથે સાથે સલમાન ખાને કેમિયો કર્યો છે. ફિલ્મમાં સ્ટાર કાસ્ટ સાથે સાથે સલમાન ખાનનો નાનો રોલ પણ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
