For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાયલ ઘોષ પર થયો એસિડ હુમલો, Videoમાં જણાવ્યો દર્દનાક કિસ્સો, ઈજાના નિશાન

પાયલ ઘોષે એ ખુલાસો કર્યો છે કે તેના પર એસિડ એટેક કરવાની કોશિશ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડના લોકપ્રિય નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપને લઈને અભિનેત્રી પાયલ ઘોષે યૌન શોષણનો આરોપ લગાવ્યો અને તેના માટે પાયલ ઘોષે ઘણા લાઈમલાઈટ મેળવી. જો કે આ મામલે પાયલ ઘોષને સફળતા ન મળી પરંતુ હવે પાયલ ઘોષે એ ખુલાસો કર્યો છે કે તેના પર એસિડ એટેક કરવાની કોશિશ કરવામાં આવી છે.

એસિડ એટેકની આખી કહાની સંભળાવી

એસિડ એટેકની આખી કહાની સંભળાવી

પાયલ ઘોષે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને જણાવ્યુ છે કે અમુક અજ્ઞાત લોકોએ તેના પર એટેક કરીને એસિડ નાખવાની કોશિશ કરી છે. પાયલ ઘોષે વીડિયો શેર કરીને પોતાના પર થયેલા એસિડ એટેકની આખી કહાની સંભળાવી છે. પાયલ ઘોષે જણાવ્યુ કે તે ઘટના સમયે અંધેરી સ્થિત પોતાના ઘરેથી નીકળી હતી.

ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો

ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો

જેવી પાયલ ઘરમાંથી નીકળીને પોતાની કારમાં બેસી રહી હતી કે અમુક વ્યક્તિએ તેના પર એટેક કરી દીધો અને તેના પર એસિડ ફેંકવાની કોશિશ કરી. તેનો સામાન છીનવીને ભાગી ગયો. પાયલ હુમલાખોરોને ઓળખી ન શકી. તેમનો ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો. પાયલે હુમલાખોરોનો સામનો પણ કર્યો અને તેને આ દરમિયાન ઈજા પણ થઈ હતી.

રૉડથી હુમલો કરવાની કોશિશ

રૉડથી હુમલો કરવાની કોશિશ

પાયલે જણાવ્યુ કે તેના પર રૉડથી હુમલો કરવાની કોશિશ કરવામાં આવી. હુમલાખોરોના હાથમાં એસિડ જેવુ કંઈક હતુ. હું એ જોઈને જોરથી બૂમો પાડવા લાગી જેના કારણે હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા. સ્વબચાવમાં રૉડતી તેના હાથમાં ઈજા થઈ. પાયલે કહ્યુ કે મુંબઈમાં તેની સાથે આવુ પહેલી વાર થયુ. ઘટના બાદ તેણે પોલિસ ફરિયાદ નોંધાવી છે. પાયલ ઘોષને આ ઘટના બાદ ઉંડો શોક લાગ્યો છે. વીડિયોમાં જુઓ પાયલ ઘોષ આખી ઘટના જણાવી રહી છે.

English summary
Payal Ghosh escaped from acid attack, she showed injuries marks in Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X