Exclusive Photos - "દિલ ધડકને દો"
જોયા અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ દિલ ધડકને દોના કેટલાક ખાસ ફોટા આજે અમે તમારી માટે લઇને આવ્યા છે. આ ફોટા આ ફિલ્મની સ્ટોરીને કરે છે રિવિલ.
અનિલ કપૂર, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ, અનુષ્કા શર્મા, શૈફાલી શાહ, ફરહાન અખ્તર, રાહુલ બોઝ જેવા જાણીતા સ્ટાર ભજવશે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા. વધુમાં ગ્રીસ અને સ્પેનના સુંદર શહેરો અને ક્રૂઝની રાઇડે આ ફિલ્મની સિનેમોગ્રાફી બનાવી છે ખાસ.
ભાઇ બહેનના સંબંધો પર ગૂંથાયેલી આ ફિલ્મની સ્ટોરી છે, ડારેક્ટર જોયા અખ્તરના દિલ છે કરીબ. ત્યારે આ ફિલ્મની કેટલીક ખાસ તસ્વીરો જુઓ આ સ્લાઇડરમાં.

પોસ્ટર
આ છે ડારેક્ટર જોયા અખ્તરની ફિલ્મ દિલ ધડકને દોનું પોસ્ટર. જેમાં વાત છે મહેરા પરિવારની. મહેરા પરિવાર ક્રૂઝ ટૂર પર જાય છે અને તેમનો આ પ્રવાસ તેમના જીવનમાં કેટલાક નવા વળાંક ઉભા કરે છે.

રણવીર અનુષ્કા
આ ફિલ્મ મહેરા પરિવારના જીવનને દર્શાવે છે. મહેરા પરિવાર તેમના પુત્ર રણબીરના લગ્ન કરવાની તૈયારીમાં છે. પણ રણબીરને લગ્ન નથી કરવા ત્યારે તે અનુષ્કાને મળે છે.

પ્રિયંકા અને રાહુલ
પ્રિયંકા અને રાહુલ આ ફિલ્મમાં પતિ પત્ની છે પણ પ્રિયંકા આ લગ્ન જીવનથી ખુશ નથી અને તે તલાક લેવા માંગે છે.

ભાઇ બહેનનો પ્રેમ
કહેવાય છે કે જોયા અને ફરહાન અખ્તરના જીવનના અનેક ઉતાર ચઢાવ આ ફિલ્મમાં બતાવામાં આવ્યા છે. આ ફિલ્મમાં જોયા અને ફરહાનનો રોલ પ્રિયંકા અને રણવીર નિભાવી રહ્યા છે.

અનિલ અને શૈફાલી
આ ફિલ્મમાં તમને અનિલ કપૂર અને શૈફાલી શાહની મીઠી નોક જોક અને પ્રેમ જોવો મળશે.

અનુષ્કા હોટ બિકનીમાં
અનુષ્કા શર્મા આ ફિલ્મમાં રણવીરની ગર્લફેન્ડ છે. તેનું કિરદાર આ ફિલ્મમાં એક ફ્રી, સેલ્ફ ડિપેટન્ટ અને બોલ્ડ છોકરીનું છે.

રણવીર અનુષ્કા લવસ્ટોરી
રણવીરના આ ફિલ્મમાં અમીર બાપના એક માત્ર પુત્રની ભૂમિકામાં છે.

ડોગ છે આ ફિલ્મનો હીરો
આ ફિલ્મમાં પુલ્ટો મહેરા કરીને એક ડોગનું પાત્ર છે. જેનો રોલ આ ફિલ્મમાં છે ખાસ. આ કૂતરો ફિલ્મના અંતમાં બે પ્રેમીઓને મળાવવામાં કરે છે મદદ.

હાઇ સોસાયટી લાઇફ સ્ટાઇલ
આ ફિલ્મમાં દેખાડવામાં આવી છે હાઇ સોસાયટી લાઇફ સ્ટાઇલ. અને આ હાઇ સોસાયટીમાં કેવા કેવા સોશ્યલ ઇસ્યૂ થતા હોય છે તેને પણ આ ફિલ્મમાં બતાવામાં આવી છે.

રાહુલ બોઝ
રાહુલ બોઝ આ ફિલ્મમાં પ્રિયંકાના પતિ તરીકે ભૂમિકા ભજવે છે. જોકે તેમનો આ રોલ નાનો છે.

ફરહાન અખ્તર
ફરહાન અખ્તર પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ફરહાનને આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના લવ ઇન્ટરેસ્ટ તરીકે બતાવામાં આવ્યા છે.

પ્રિયંકા અનુષ્કા
આ ફિલ્મમાં પહેલી વાર પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્મા એક બીજાની સાથે કામ કરી રહ્યા છે. ત્યારે તેમની ઓનસ્ક્રીન પેરિંગ જોવી જ રહી.

પ્રમોશન
હાલ તો આ ફિલ્મનું જોરશોરથી કરવામાં આવી રહ્યું છે પ્રમોશન અને આ ફિલ્મનું ટ્રેલર પણ લોકોને ભારે પસંદ આવી રહ્યું છે ત્યારે જૂનમાં રિલિઝ થનાર આ ફિલ્મ લોકોને કેટલી પસંદ આવે છે તે જોવાનું રહ્યું.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
