સુપરસ્ટારની 7 એવી તસવીરો થઇ Viral, કે ભલભલા મોહી પડ્યા

Written By:
Subscribe to Oneindia News

ગ્લેમર દુનિયામાં હાલ જેટલી બોલીવૂડ હિરોઇનોની ચર્ચા નથી થઇ રહી તેટલી ટીવી અભિનેત્રીઓની ચર્ચા થઇ રહી છે. તેવામાં એક હોટ સુપર સ્ટારે તેની તસવીરો વાયરલ કરીને સોશ્યલ મીડિયા પર રીતસરની આગ લગાડી દીધી છે. અમે વાત કરી રહ્યા છીએ ખતરોની ખેલાડી સ્ટાર્રર શિવાની દાંડેકરની. શિવાનીને તમે આઇપીએલ હોસ્ટ કરતા તો અનેક વાર જોઇ હશે. પણ હવે તે ખતરોના ખેલાડી શોના કારણે પણ ચર્ચામાં છવાઇ હતી. હાલ ભલે તે આ શોથી બહાર થઇ ચૂકી હોય પણ હાલમાં જ તેમણે સોશ્યલ મીડિયામાં તેનો બોલ્ડ અવતાર બતાવતી કેટલીક તસવીરો મૂકતા સોશ્યલ મીડિયામાં તે ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. જો કે તેવું નથી કે શિવાનીની આ પહેલી તસવીર હોય. આ પહેલા પણ તે અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ કરી ચૂકી છે. તો આ તસવીરોમાં તેવું શું છે ખાસ જાતે જોઇ લો આ ફોટો ફિચરમાં...

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

નોંધનીય છે કે શિબાનીના સોશ્યલ મીડિયા પર અનેક ચાહનારા છે. અને તે અવાર નવાર તેની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકતી આવી છે. જેને જોઇને તેના સુડોળ ફિગર અને સુંદરતા પર અનેક લોકો મોહી પડે છે.

ફોટો ક્વીન

ફોટો ક્વીન

શિબાનીએ અત્યાર સુધીમાં 2000 વધુ તસવીરો શેર કરી છે. પણ હાલમાં જ તેણે પોતાની તેવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઇને કોઇના પણ હોશ ઉડી જાય. જો કે શિબાની હંમેશા સ્ટાઇલ ક્વીન રહી છે. તેને ફેશનની સારી સેન્સ છે.

અમેરિકન ટીવી શો

અમેરિકન ટીવી શો

અમેરિકન ટીવી શોથી શિબાનીએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. વળી મરાઠી ફિલ્મ ટાઇમપાસમાં શિબાનીનું આઇટમ સોંગ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. વળી તેણે બોલીવૂડમાં પણ પોતાની અદાકારી બતાવી છે. રોય અને શાનદાર પણ તેણે ભૂમિકા ભજવી છે.

બોલીવૂડ

બોલીવૂડ

જો કે શિબાનીએ બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેનાથી તેના કેરિયરને કંઇ ખાસ સ્પીડ નથી મળી. પણ ચોક્કસથી આ કારણે તે લાઇમ લાઇટમાં રહેવામાં મદદ મળી છે. શિબાની હાલની તેવી અભિનેત્રીઓમાંથી એક છે જેમને વિવિધ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લાઇમ લાઇટ અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર સારી રીતે આવડે છે. અને આ રીતે જ તે પોતાનું કેરિયર પણ આગળ વધારે છે.

English summary
Have a look Khatron Ke Khiladi contestant Shibani Dandekar is killing with her hot looks.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.