For Daily Alerts
MPK સિલ્વર જ્યુબિલી : તમે પણ વાંચો સલમાનની ‘પહલે પ્યાર કી પહલી ચિટ્ઠી...’
મુંબઈ, 29 ડિસેમ્બર : મૈંને પ્યાર કિયાનું કબૂતર જા જા જા... તો યાદ જ હશે. અમે વિચાર્યું કે આજે તે કબૂતર અમે જ બની જઇએ અને આપની પાસે લઈ આવીએ પહલે પ્યાર કી પહલી ચિટ્ઠી... આ ચિટ્ઠી એટલે કે પત્ર હકીકતમાં લખ્યો છે સલમાન ખાને અને તેમનો પહેલો પ્રેમ છે આપ લોકો એટલે કે તેમના ફૅન્સ. સલમાને આ પત્ર લખ્યો હતો મૈંને પ્યાર કિયા ફિલ્મ રિલીઝ થયા બાદ.
આ પત્રમાં તેમણે પોતાના તમામ ફૅન્સને એક ખૂબ મોટુ થૅંક યૂ કહ્યું છે. સલમાને મૈંને પ્યાર કિયાની સફળતા બાદ પોતાના ફૅન્સને પત્ર લખી જણાવ્યુ હતું કે આ ફિલ્મને આટલી મોટી હિટ બનાવવા બદલ તેઓ તેમનો આભાર માને છે.
નોંધનીય છે કે સલમાન ખાનની પ્રથમ સુપર હિટ ફિલ્મ મૈંને પ્યાર કિયા હતી અને તેની રિલીઝને આજે પૂરા 25 વર્ષ થયા છે. ફિલ્મમાં ભાગ્યશ્રી તેમના હીરોઇન હતાં. મૈંને પ્યાર કિયાની સિલ્વર જ્યુબિલી પ્રસંગે સલમાન ખાને ટ્વિટર પર આ લેટર પોસ્ટ કર્યો છે.
Salman Khan wrote this letter to his fans soon after the release of 'Maine Pyar Kiya'. #25RomanticYearsOfMPK pic.twitter.com/c5f0Mid79a
— Happy B'day Salman! (@Ciara_2469) December 28, 2014
એટલુ જ નહીં, તેમણે એ વાયદો પણ પૂર્ણ કર્યો કે પોતાની દરેક ફિલ્મમાં તેઓ પોતાનું સો ટકા આપશે, કારણ કે તેમના દરેક કામની સરખામણી મૈંને પ્યાર કિયા સાથે કરાશે. તેથી તેઓ કોશિશ કરશે કે તેમની દરેક ફિલ્મ દર્શકોને તેટલી જ પસંદ પડે. આપ પણ વાંચો સલમાન ખાનનો એ લેટર.