પૂનમ પાંડેએ બૉયફ્રેન્ડ સેમ સાથે કર્યા ગૂપચૂપ લગ્ન, વાયરલ થયા Wedding Pics

પોતાના બોલ્ડ ફોટા અને નિવેદનોના કારણે હંમેશા સમાચારોમાં રહેતી મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડે છેવટે સાત જન્મોના બંધનમાં બંધાઈ ગઈ છે.

નવી દિલ્લીઃ પોતાના બોલ્ડ ફોટા અને નિવેદનોના કારણે હંમેશા સમાચારોમાં રહેતી મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડે છેવટે સાત જન્મોના બંધનમાં બંધાઈ ગઈ છે. પૂનમે પોતાના બૉયફ્રેન્ડ સેમ સાથે લગ્ન કરી લીધા છે. પોતાના લગ્નના ફોટા ખુદ પૂનમે જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા છે કે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરસ થઈ રહ્યા છે. લગ્નના ફોટામાં પૂનમ અને સેમ ઘણા સુંદર દેખાઈ રહ્યા છે. લોકો તેમના ફોટા પર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે.

પૂનમ પાંડેએ બૉયફ્રેન્ડ સેમ સાથે કર્યા ગૂપચૂપ લગ્ન

પૂનમ પાંડેએ બૉયફ્રેન્ડ સેમ સાથે કર્યા ગૂપચૂપ લગ્ન

લગ્નના આ ખાસ પ્રસંગે પૂનમ અને સેમે એક જ રંગના કપડા પહેર્યા છે. પોતાના લગ્નના ફોટા શેર કરીને પૂનમે લખ્યુ છે કે આવતા સાત જન્મ તારી સાથે વીતાવવા માંગુ છુ જેના પર સેમે કમેન્ટ પણ કરી છે. પૂનમ અને પોતાના લગ્નના ફોટા પર કમેન્ટ કરીને સેમે લખ્યુ, 'બિલકુલ મિસીસ બૉમ્બે'. તમને જણાવી દઈએ કે પૂનમ લાંબા સમયથી સેમ સાથે રિલેશનશિપમાં હતી. બંનેના બોલ્ડ ફોટાથી તેમનુ ઈન્સ્ટાગ્રામ ભરેલુ છે.

લાંબા સમયથી સેમ સાથે રિલેશનશિપમાં હતી પૂનમ

લાંબા સમયથી સેમ સાથે રિલેશનશિપમાં હતી પૂનમ

આ પહેલા પૂનમ અને સેમની સગાઈના ફોટા પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. સેમે ખુદ સગાઈના ફોટા શેર કર્યા હતા. સેમે ફોટા શેર કરીને લખ્યુ હતુ, 'છેવટે આપણે આ કરી લીધુ છે'.

ફિલ્મ 'નશા'થી કરી હતી પૂનમ પાંડેએ ફિલ્મી કરિયરની શરૂઆત

ફિલ્મ 'નશા'થી કરી હતી પૂનમ પાંડેએ ફિલ્મી કરિયરની શરૂઆત

જો પૂનમ પાંડેના કરિયરની વાત કરીએ તો તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'નશા'થી કરી હતી. ત્યારબાદ તે તેલુગુ ફિલ્મ 'માલિની એન્ડ કંપની'માં દેખાઈ હતી. પછી 'આ ગયા હીરો' અને 'ધ જર્ની ઑફ કર્મા'માં જોવા મળી હતી.

પૂનમે પોતાની એક એપ પણ લૉન્ચ કરી હતી

પૂનમે પોતાની એક એપ પણ લૉન્ચ કરી હતી

પૂનમે પોતાની એક એપ પણ લૉન્ચ કરી હતી પરંતુ તેણે આ એપમાં એટલા બોલ્ડ ફોટા નાખ્યા હતા જેનાથી લૉન્ચિંગા થોડા કલાકોમાં જ ગૂગલે તેને બેન કરી દીધી હતી. ટ્વિટર પણ પૂનમ પણ પાંડેનો બોલ્ડનેસના કારણે બેન કરી ચૂક્યુ છે પરંતુ પૂનમ પાંડેને કોઈ ફરક ન પડ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X