For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર રિવ્યૂ : એસઓએસ એટલે ફુલ પૈસા વસૂલ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 નવેમ્બર : અજય દેવગણ અને સોનાક્ષી સિન્હાની પ્રથમ ફિલ્મ સન ઑફ સરદાર ગત 13મી નવેમ્બરે રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ થતા અગાઉ જ ફિલ્મ અંગે એટલી વાતો અને ખબરો આવી ચુકી હતી કે વગર કોઈ મોટા પ્રમોશને પણ ફિલ્મે પોતાને આ વર્ષની સૌથી ટૉપની ફિલ્મોની શ્રેણીમાં લાવી મુક્યું. પ્રથમ દિવસે ફિલ્મનું કુલ કલેક્શન થયું 10 કરોડ રુપિયા, જ્યારે ફિલ્મ બાકીની મોટી ફિલ્મો કરતાં 500 ઓછી સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

એસઓએસમાં કૉમેડી, રોમાંસ, એક્શન બધું જ છે. બસ નથી તો માત્ર સેંસ. જોકે એમ પણ ન કહી શકાય કે ફિલ્મ એકદમ બેકાર છે કે પછી સાવ ફ્લૉપ. ફિલ્મના એક ગીત, અજય-સોનાક્ષીનો રોમાંસ તથા અજય સાથે સંજય દત્તની કૉમેડીએ ફિલ્મને જબ તક હૈ જાન સામે ઘુંટણીએ પડતાં બચાવી લીધાં. એક બાજુ શાહરુખના રોમાંસે સૌની ઉપર જાદૂ ચલાવ્યો છે, તો બીજી બાજુ સન ઑફ સરદારના એક્શન તથા કૉમેડી જેટીએચજેનો જાદૂ લોકો ઉપરથી હટાવવામાં લાગેલાં છે.

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ જેટીએચજે પ્રથમ જોવી પસંદ કરશે કે પછી એસઓએસ, તો લોકોના મિશ્ર જવાબો મળ્યાં. કોઇકને રોમાંસ જોવો પસંદ છે, તો કોઈ કૉમેડી તેમજ એક્શનનો દીવાનો છે. ભારતમાં સિંગલ સ્ક્રીન્સમાં સન ઑફ સરદારનો જાદૂ જળવાયેલો છે, તો મલ્ટીપ્લેક્સમાં જબ તક હૈ જાનનો. અમે ટ્વિટર પર પણ એસઓએસ વિશે લોકોનો અભિપ્રાય જાણવા માંગી, તો જુઓ લોકોએ શું ટ્વિટ કર્યું. આ ટ્વિટ્સ વાંચીને જો આપે અત્યાર સુી કોઈ ફિલ્મ નથી જોઈ, તો કદાચ આપના માટે થોડીક હેલ્પ થઈ જાય.

તમામ પાસાઓ આવરાયાં

તમામ પાસાઓ આવરાયાં

ટ્વિટર યૂઝર આદિલ અસદે લખ્યું - સન ઑફ સરદારમાં દેશી હ્યૂમરના તમામ પાસાઓ આવરી લેવાયાં છે. બીજી બાજુ જબ તક હૈ જાન એક એવી ફિલ્મ છે કે જેવી આપ શાહરુખ ખાન પાસે અપેક્ષા ધરાવો છો.

જરૂર જોવી જોઇએ

જરૂર જોવી જોઇએ

સુજીત મિશેરીએ ટ્વિટ કર્યું - સન ઑફ સરદાર... લાજવાબ એક્શન, બહેતરીન કૉમેડી, ખૂબ સારી ફિલ્મ છે. આપે આ ફિલ્મ જરૂર જોવી જોઇએ.

ફુલ પૈસા વસૂલ

ફુલ પૈસા વસૂલ

મંજુલા નારાયણે લખ્યું - ઇંટરવલ, હું ખૂબ ખુશ છું કે અમે આ ફિલ્મ પસંદ કરી. આટલું હું ક્યારેય નથી હસી. દરેકે આ ફિલ્મ જોવી જોઇએ. ફુલ પૈસા વસૂલ.

દીવાળીનો સૌથી મોટો બૉમ્બ

દીવાળીનો સૌથી મોટો બૉમ્બ

રૂપાલીએ લખ્યું - સન ઑફ સરદાર આ દીવાળોનો સૌથી મોટો બૉમ્બ.

આ વેચાઈ, પેલી પિટાઈ

આ વેચાઈ, પેલી પિટાઈ

પ્રાશ દબંગ 2એ ટ્વિટ કર્યું - સન ઑફ સરદાર ઓછી સ્ક્રીન્સમાં રજૂ થવા છતાં જબ તક હૈ જાન કરતાં વધુ કમાણી કરી રહી છે. સન ઑફ સરદાર વેચાઈ ગઈ, જ્યારે જબ તક હૈ જાન પિટાઈ ગઈ.

English summary
Ajay Devgan's Son Of Sardaar is a big hit in single scerrens. In spite of having less screens it has collected more money then Jab Tak hai Jaan. Here is the views of twitter users about the film. Ajay, Sonakshi and Sanjay again proved themselves.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X