For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pics : જેટીએચજે, એસઓસ અને દબંગ 2 રહી ચર્ચામાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 ડિસેમ્બર : બૉલીવુડમાં વર્ષ 2012માં અનેક ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ સૌથી વધુ ચર્ચામાં કોઈ ફિલ્મો રહી હોય, તો તેમાં જબ તક હૈ જાન, સન ઑફ સરદાર અને દબંગ 2નો સમાવેશ થાય છે.

સરવાળે જોવા જઇએ તો આમિર ખાનની તલાશ અને કરીના કપૂરની હીરોઇન ફિલ્મો અંગે પણ ખૂબ ચર્ચાઓ થઈ, પરંતુ યશ ચોપરાના નિધનના પગલે તેમના દ્વારા દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ જેટીએચજે ચર્ચામાં રહી, તો એક જ દિવસે રિલીઝ થવા મુદ્દે થયેલ વિવાદના પગલે એસઓએસ પણ ખૂબ ચર્ચામાં રહી. વર્ષાંતે સલમાન ખાનની દબંગ 2 ફિલ્મે ધૂમ મચાવી.

આવો તસવીરો વડે જોઇએ કે વર્ષ 2012માં આવેલી ફિલ્મોમાં સૌથી વધુ ચર્ચિત અને જોવા યોગ્ય ફિલ્મોની તસવીરો.

અગ્નિપથ

અગ્નિપથ

અમિતાભ બચ્ચની ફિલ્મ અગ્નિપથના નામે આવેલી ફિલ્મ અગ્નિપથમાં નાયક હૃતિક રોશન કરતા ખલનાયક કાંચા એટલે કે સંજય દત્તા વધુ ચર્ચામાં રહ્યાં. ઉપરાંત કૅટરીના કૈફના ચિકની ચમેલી... આયટમ સૉંગે પણ ખૂબ ધૂમ મચાવી.

બર્ફી

બર્ફી

બર્ફી માનવીય સંવેદનાઓને વ્યક્ત કરતી ખૂબ જ સુંદર ફિલ્મ રહી. તેમાં રણબીર કપૂરના અભિનયના વખાણ થયાં, તો ફિલ્મને ઑસ્કાર માટે મોકલવામાં આવતાં તે વધુ ચર્ચામાં રહી.

દબંગ 2-પાન સિંહ તોમર

દબંગ 2-પાન સિંહ તોમર

સલમાન ખાનની 2010માં આવેલી દબંગની સિક્વલ દબંગ 2 ફિલ્મ વર્ષાંતે ખૂબ જ ચર્ચામાં રહી. આ સાથે જ ફિલ્મનું આયટમ સૉંગ ફેવીકૉલ સે... દ્વારા ફિલ્મને ખૂબ પ્રમોટ કરવાનો પ્રયત્ન થયો. ઉપરાંત પાન સિંહ તોમર ફિલ્મ પણ લોકોએ ખૂબ પસંદ કરી.

એક મૈં ઔર એક તૂ

એક મૈં ઔર એક તૂ

ઇમરાન ખાન અને કરીના કપૂરની આ ફિલ્મ જોકે બૉક્સ ઑફિસે કંઈ ખાસ કમાલ ન કરી શકી, પરંતુ બંનેના અભિનયના વખાણ થયાં.

ગૅંગ્સ ઑફ વાસેપુર

ગૅંગ્સ ઑફ વાસેપુર

ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મ છત્તીસગઢમાં આવેલ વાસેપુરની એક ઘટના ઉપર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મ પણ ચર્ચામાં રહી.

ગૅંગ્સ ઑફ વાસેપુર 2

ગૅંગ્સ ઑફ વાસેપુર 2

ગૅંગ્સ ઑફ વાસેપુરની સફળતા બાદ તેની સિક્વલ ગૅંગ્સ ઑફ વાસેપુર 2ના પણ ખૂબ વખાણ થયાં અને લોકોએ આ ફિલ્મ ખૂબ પસંદ કરી.

જેટીએચજે-એસઓએસ

જેટીએચજે-એસઓએસ

જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે અને સન ઑફ સરદાર એટલે કે એસઓએસ આ વર્ષની સૌથી વધુ ચર્ચિત ફિલ્મો હતી. પહેલું કારણ તો એ હતું કે યશ રાજ ફિલ્મ્સ અને અજય દેવગણ બંને એક જ દિવસે આ ફિલ્મ રિલીઝ થવાની જિદે ચડ્યા હતાં, તો બીજું કારણ યશ ચોપરાનું નિધન. યશની જેટીએચજે છેલ્લી ફિલ્મ રહી.

કહાની-હીરોઇન

કહાની-હીરોઇન

ધ ડર્ટી પિક્ચર પછી વિદ્યા બાલન વધુ એક સારી ફિલ્મ સાથે દર્શકો સામે આવ્યાં. કહાની ફિલ્મમાં તેમના અભિનયના ખૂબ વખાણ થયાં, તો કરીના કપૂરની હીરોઇન ફિલ્મ પણ ખૂબ ચર્ચામાં રહી. આ ફિલ્મમાં કરીનાનું આયટમ સૉંગ હલકટ જવાની... ખૂબ લોકમુખે રહ્યું.

લવ શવ તે ચિકન ખુરાના

લવ શવ તે ચિકન ખુરાના

લવ શવ તે ચિકન ખુરાના ફિલ્મ તેના નામ અંગે ચર્ચામાં રહી. ફિલ્મમાં ચિકન જેવું કંઇજ નહોતું. આ ફિલ્મ પણ ચર્ચામાં રહી.

શંઘાઈ

શંઘાઈ

ઇમરાન હાશમી અને અભય દેઓલ અભિનતી શંઘાઈ ફિલ્મ પણ આ વર્ષની ચર્ચિત અને જોવા યોગ્ય ફિલ્મોમાં શામેલ હતી.

એસઓટીવાય

એસઓટીવાય

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર એટલે કે એસઓટીવાય દ્વારા કરણ જૌહરે આલિયા ભટ્ટ જેવી નવી હીરોઇન ડેબ્યુટ કરી. સાથે જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનની એન્ટ્રી પણ શાનદાર રહી.

તલાશ-કૉકટેલ

તલાશ-કૉકટેલ

આમિર ખાનની આ વર્ષની મોસ્ટઅવેટેડ ફિલ્મ રહી તલાશ. ફિલ્મ સસ્પેંસ થ્રિલર હતી. જોકે ફિલ્મ સારી રહી, પરંતુ આમિરની અપેક્ષાએ કદાચ ઉણી જ ઉતરી. આ અગાઉ દીપિકા પાદુકોણેની કૉકટેલ ફિલ્મ પણ ચર્ચામાં રહી.

વિકી ડોનર

વિકી ડોનર

વિકી ડોનર પણ વર્ષ 2012ની ચર્ચિત ફિલ્મ રહી.

English summary
Here are pictures of top 17 watchable movie of year 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X