Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ઉદય-નરગિસ, ગૌહર-કુશાલ, અરમાન-તનીષા...એ ઉજવ્યું ન્યુ ઈયર!

મુંબઈ, 3 જાન્યુઆરી : બૉલીવુડે નવા વર્ષ એટલે કે 2014નું જોરદાર-શાનદાર રીતે સ્વાગત કર્યું છે. મોટાભાગની બૉલીવુડ હસ્તીઓએ કામકાજમાંથી રજા લઈ નવા વર્ષની ઉજવણી મુંબઈથી બહાર કરી. જેમ-જેમ ઉજવણીની તસવીરો સામે આવતી જાય છે, તેમ-તેમ અનેક રહસ્યો ઉપરથી પડદો ઉંચકાતો જાય છે.

બૉલીવુડના ન્યુ ઈયર સેલિબ્રેશનની જે તસવીરો લીક થઈ છે, તેમાં સૌથી ચોંકાવની તસવીર છે ઉદય ચોપરા અને નરગિસ ફખરીની. ધૂમ 3 ફિલ્મમાં છેલ્લી વાર અભિનેતા તરીકે નજરે પડનાર ઉદય ચોપરા અને બૉલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી વચ્ચેના પ્રેમ-સંબંધો અંગે ઘણી ચર્ચાઓ ચાલતી રહી છે અને અનેક વખત લગ્નની વાતો પણ ફેલાઈ છે, પરંતુ એક વખત તો નરગિસે પોતે આવી વાતોને ફગાવી દીધી હતી. બીજી બાજુ આ જોડી માલદીવ ખાતે ન્યુ ઈયર સેલિબ્રેશન કરતા કૅમેરે કેદ થઈ છે. એટલું જ નહીં નરગિસ ફખરીએ ઉદય સાથે આ ઉજવણી ટૂ પીસ બિકિનીમાં કરી હતી.

બૉલીવુડ ન્યુ ઈયર સેલિબ્રેશનની વધુ એક ચોંકાવનારી તસવીર છે અરમાન કોહલી અને તનીષા મુખર્જીની. બિગ બૉસ 7માંથી બહાર આવ્યા બાદ તનીષાએ જણાવ્યુ હતું કે અરમાન માત્ર તેમના સારા મિત્ર છે, પરંતુ આ જોડી લોનાવાલા ખાતે ન્યુ ઈયરની ઉજવણીમાં સાથે દેખાઈ હતી. ઉપરાંત શ્રીદેવી અને તેમના પરિવારના હૉય ન્યુ ઈયર સેલિબ્રેશનની તસવીરો તો ગઈકાલે જ લીક થઈ હતી કે જેમાં શ્રીદેવી અને તેમની બંને દીકરીઓ ખુશી તેમજ જ્હાનવી સ્વિમ સૂટમાં જાણે સેક્સી દેખાવામાં પોતાના માતાને પડકાર ફેંકતી હતી.

રાંઝણા ગર્લ સોનમ કપૂર અને સન્ની લિયોને પણ ન્યુ ઈયરની પોત-પોતાની રીતે ઉજવણી કરી હતી. સોનમ અને તેમના બહેન રિહા કપૂરે ગોવા ખાતે નવુ વર્ષ ઉજવ્યું. તેમાંય રિહા અને તેમના બૉયફ્રેન્ડ કરણ બુલાણીની તો લિપલૉક તસવીર લીક થઈ છે. સન્ની લિયોને પોતાના પતિ ડેનિલય વેબર સાથે લૉસ એંજલ્સ ખાતે નવુ વર્ષ ઉજવ્યું, તો બિપાશા બાસુ પણ તેમના બૉયફ્રેન્ડ હરમન બવેજા સાથે ગોવામાં નવુ વર્ષ ઉજવતા કૅમેરે કેદ થયાં છે. ગૌહર ખાન અને કુશાલ ટંડનની ગોવા ખાતેની તસવીરો તો અગાઉ લીક થઈ જ ચુકી હતી.

અરમાન-તનીષા

અરમાન-તનીષા

બિગ બૉસ 7ની હિટ-એન-હૉટ જોડી અરમાન કોહલી અને તનીષા મુખર્જી અફૅરની ચર્ચાઓ વચ્ચે લોનાવાલા ખાતે ન્યુ ઈયરની ઉજવણી કરતા ઝડપાઈ હતી.

કુશાલ-ગૌહર

કુશાલ-ગૌહર

બિગ બૉસ 7ની જ વધુ એક જોડી ગૌહર ખાન અને કુશાલ ટંડને ગોવા ખાતે નવુ વર્ષ સાથે ઉજવ્યુ હતું.

રિહા-કરણ

રિહા-કરણ

અનિલ કપૂરના પુત્રી રિહા કપૂરે પોતાના બહેન સોનમ કપૂર સાથે ગોવા ખાતે નવા વર્ષની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં રિહાના બૉયફ્રેન્ડ કરણ બુલાણી પણ હતાં.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર ગોવામાં નવા વર્ષની ઉજવણી કરતાં દેખાય છે.

શ્રીદેવી

શ્રીદેવી

શ્રીદેવી અને તેમના પરિવારના હૉય ન્યુ ઈયર સેલિબ્રેશનની તસવીરો તો ગઈકાલે જ લીક થઈ હતી કે જેમાં શ્રીદેવી અને તેમની બંને દીકરીઓ ખુશી તેમજ જ્હાનવી સ્વિમ સૂટમાં જાણે સેક્સી દેખાવામાં પોતાના માતાને પડકાર ફેંકતી હતી.

સન્ની-ડૅનિયલ

સન્ની-ડૅનિયલ

સન્ની લિયોને પોતાના પતિ ડેનિલય વેબર સાથે લૉસ એંજલ્સ ખાતે નવુ વર્ષ ઉજવ્યું.

ઉદય-નરગિસ

ઉદય-નરગિસ

બૉલીવુડના ન્યુ ઈયર સેલિબ્રેશનની જે તસવીરો લીક થઈ છે, તેમાં સૌથી ચોંકાવની તસવીર છે ઉદય ચોપરા અને નરગિસ ફખરીની. ધૂમ 3 ફિલ્મમાં છેલ્લી વાર અભિનેતા તરીકે નજરે પડનાર ઉદય ચોપરા અને બૉલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી વચ્ચેના પ્રેમ-સંબંધો અંગે ઘણી ચર્ચાઓ ચાલતી રહી છે અને અનેક વખત લગ્નની વાતો પણ ફેલાઈ છે, પરંતુ એક વખત તો નરગિસે પોતે આવી વાતોને ફગાવી દીધી હતી. બીજી બાજુ આ જોડી માલદીવ ખાતે ન્યુ ઈયર સેલિબ્રેશન કરતા કૅમેરે કેદ થઈ છે. એટલું જ નહીં નરગિસ ફખરીએ ઉદય સાથે આ ઉજવણી ટૂ પીસ બિકિનીમાં કરી હતી.

બિપાશા

બિપાશા

વીજે ઍન્ડી, બિપાશા બાસુ અને તેમના બૉયફ્રેન્ડ હરમન બવેજાએ પણ ગોવા ખાતે નવા વર્ષની ઉજવણી કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X