લીઝાએ જૅસન સાથે કર્યાં લગ્ન, જુઓ તસવીરો

મુંબઈ, 25 ઑક્ટોબર : કૅંસરની બીમારીમાંથી સફળતાપૂર્વક ઉગરી જીવનમાં પરત ફરનાર સાહસી અભિનેત્રી લીઝા રેએ પોતાના બૉયફ્રેન્ડ એક્ઝીક્યુટિવ અને ફિલાન્થ્રૉપિસ્ટ જૅસન દેહની સાથે લગ્ન કરી લીધાં છે. લીઝા રેના લગ્ન 20મી ઑક્ટોબરે કૅલીફોર્નિયામાં નાપા વૅલી ખાતે થયાં. આ જ વર્ષે લીઝા અને જૅસનના સગપણ પણ ત્યાં જ થયા હતાં. કસૂર ફિલ્મમાં પોતાની સુંદર તેમજ બોલ્ડ અદાઓ દ્વારા લીઝા રેએ પોતાના સશક્ત અભિનયનો પરિચય આપ્યો હતો. લીઝા રેને લોકો રીયલ લાઇફ હીરોઇન કહે છે કારણ કે તેઓ કૅંસર સામે જેવા સાહસ સાથે ઝઝુમ્યાં અને તેમાંથી વિજયી થઈ ઉગર્યાં, તેવું કરવું સૌનું કામ નથી.

આવો આપને બતાવીએ લીઝા રેના લગ્નની તસવીરો :

કૅલીફોર્નિયામાં ફેરા

કૅલીફોર્નિયામાં ફેરા

લીઝા રેએ જૅસન દેહની સાથે ગત 20મી ઑક્ટોબરે કૅલીફોર્નિયામાં નાપા વૅલી ખાતે લગ્ન કર્યાં.

ફેબ્રુઆરીમાં પ્રસ્તાવ

ફેબ્રુઆરીમાં પ્રસ્તાવ

લીઝા અને જૅસન ઘણાં વખતથી સાથે છે. દેહનીએ ગત ફેબ્રુઆરીમાં જ લીઝા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.

ટ્વિટર દ્વારા આપી લગ્નની માહિતી

ટ્વિટર દ્વારા આપી લગ્નની માહિતી

લીઝાએ પોતાના લગ્નની માહિતી લોકોને ટ્વિટર દ્વારા આપી. લીઝાએ ટ્વિટર પર લખ્યું કે તેઓ લગ્ન કરી બહુ ખુશ છે.

ફિલ્મોમાં કામ ચાલુ રહેશે

ફિલ્મોમાં કામ ચાલુ રહેશે

લીઝાએ લગ્ન પછી જાહેરાત કરી છે કે તેઓ લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરતાં રહેશે.

ક્રિસ્ટલ ગાઉનમાં લીઝા

ક્રિસ્ટલ ગાઉનમાં લીઝા

લીઝા રે પોતાના લગ્નમાં પોતાના મિત્ર અવેન્ડલ દ્વારા ડિઝાઇન કરાયેલ ક્રિસ્ટલ રંગનું ગાઉન પહેર્યુ હતું.

નજીકના મિત્રો હાજર

નજીકના મિત્રો હાજર

લીઝા-જૅસનના લગ્ન સમારંભમાં માત્ર બંનેના નજીકના મિત્રો જ હાજર રહ્યા હતાં.

બહુ પ્રેમ કરું છું લીઝાને

બહુ પ્રેમ કરું છું લીઝાને

દેહનીએ જણાવ્યું કે તેઓ લીઝાને બહુ પ્રેમ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X