Excl Pics : નાના રાકેશ મારિયા, સંજીવ બનશે કસાબ
મુંબઈ, 26 નવેમ્બર : રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મ ધ ઍટૅક્સ ઑફ 26/11 ચર્ચામાં છે. ફિલ્મમાં નાના પાટેકર મુખ્ય ભૂમિકામાં છે, તો સંજીવ જયસવાલ આતંકવાદી અજમલ કસાબની ભૂમિકા ભજવશે.
રામ ગોપાલ વર્માએ ફિલ્મની શરુઆતની સાત મિનિટની ક્લિપ પોતાના ટ્વિટર ઍકાઉંટ વડે પોસ્ટ કરી છે. ફિલ્મની આ ક્લિપમાં દર્શાવ્યા પ્રમાણે ફિલ્મમાં નાના પાટેકરે ફિલ્મમાં મુંબઈ પોલીસના જૉઇન્ટ કમિશ્નર રાકેશ મારિયાની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં તે 60 કલાકની વાર્તા છે કે જ્યારે આતંકવાદીઓએ લગભગ સમગ્ર મુંબઈ શહેરને બાનમાં લીધુ હતું. આ ફિલ્મ આવતા વર્ષની શરુઆતમાં રિલીઝ થવાની છે.
આવો આપને બતાવીએ ધ ઍટૅક્સ ઑફ 26/11ની તસવીરી ઝલક.

લોકોને જરૂર ગમશે
રામ ગોપાલ વર્માની છેલ્લી અનેક ફિલ્મો એક પછી એક ફ્લૉપ થતી રહી હતી, પરંતુ આ ફિલ્મની શરુઆત જ જોઈ એવું લાગી રહ્યું છે કે લોકોને આ ફિલ્મ જરૂર ગમશે.

ગઝબનું પ્લાનિંગ
પાકિસ્તાન તરફથી ઍટૅક માટે આતંકવાદીઓને ભારતમાં એન્ટ્રી આપવામાં આવી અને કઈ રીતે ભારતમાં આવી તે લોકોએ ધીમે-ધીમે કરી આ ઍટૅક માટે પ્લાનિંગ કર્યું. આ તમામ પાસાઓ પર રામ ગોપાલ વર્માએ ખૂબ જ ખૂબીપૂર્વક રિસર્ચ કર્યું અને આ ફિલ્મ પ્લાન કરી છે.

દરિયાઈ માર્ગે ઘુસ્યા આતંકવાદીઓ
મુંબઈ ઉપર આતંકવાદી હુમલો કરવા માટે આતંકવાદીઓ દરિયાઈ માર્ગે પ્રવેશ્યા હતાં. આ બાબતને પણ ફિલ્મમાં આવરી લેવાઈ છે.

નાનાની દમદાર ભૂમિકા
ફિલ્મમાં નાના પાટેકર દમદાર ભૂમિકામાં નજરે પડશે. નાના પાટેકર એમ પણ આ પ્રકારના રોલ માટે બંધ બેસતાં હોય છે.

જૉઇન્ટ પોલીસ કમિશ્નર રાકેશ મારિયા
નાના પાટેકરને ફિલ્મમાં મુંબઈના જૉઇન્ટ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાની ભૂમિકા આપવામાં આવી છે.

મુંબઈ દરિયા પહોંચતા આતંકવાદીઓ
નૌકામાં બેસી મુંબઈના દરિયામાં પહોંચતા આતંકવાદીઓ.

હોટેલ તાજમાં શુટિંગની મંજૂરી નહિં.
મુંબઈની હોટલ તાજ કે જેની ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. રામ ગોપાલ વર્માને આ હોટેલમાં શુટિંગ કરવાની મંજૂરી મળી નહિં. તેથી સ્ટુડિયોમાં જ સેટ લગાવી શુટિંગ કરવામાં આવ્યું.

વીટી સ્ટેશન
મુંબઈનું વીટી સ્ટેશન કે જ્યાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

ગોળીઓ વરસાવતો આંતકવાદી
ફિલ્મના એક દૃશ્યમાં લોકો પર ગન વડે ગોળીઓ વરસાવતો આતંકવાદી.












Click it and Unblock the Notifications
