Story In Pics : નવ હીરો વચ્ચે માત્ર ત્રણ હીરોઇન!
મુંબઈ, 8 મે : સાજિદ ખાન દિગ્દર્શિત હમશકલ્સ ફિલ્મ અંગે પહેલાથી જ કહેવાઈ રહ્યું છે કે તે હાસ્યથી ભરપૂર હશે, પરંતુ ફિલ્મની જે તાજી તસવીરો બહાર આવી છે, તે જોતા આ બાબત વધુ સ્પષ્ટ થઈ જાય છે.
હમશકલ્સ ફિલ્મમાં સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ અને રામ કપૂર હીરો તરીકે કામ કરી રહ્યાં છે, તો હીરોઇનોમાં બિપાશા બાસુ, તમન્ના ભાટિયા અને એશા ગુપ્તાનો સમાવેશ થાય છે. આમ જોવા જઇએ તો ત્રણ હીરો અને ત્રણ હીરોઇનોની જોડી બરાબર લાગે છે, પરંતુ આમ છતાં શીર્ષક તો એમ કહે છે કે ફિલ્મમાં નવ હીરો છે અને તેની સામે માત્ર ત્રણ જ હીરોઇનો છે.
હકીકતમાં હમશકલ્સ ફિલ્મમાં સૈફ, રીતેશ અને રામ ત્રણે ટ્રિપલ રોલ કરી રહ્યાં છે અને આમ ફિલ્મમાં ત્રણ નહીં, પણ નવ હીરો દેખાશે અને તેમની સામે હીરોઇનો તો તે જ ત્રણ છે. એવામાં ફિલ્મમાં કૉમેડી વધુ ધારદાર બનવાની પૂરી શક્યતા છે. ફિલ્મમાં કૉમેડી તો આકર્ષણના કેન્દ્રમાં છે જ, તો ત્રણે અભિનેતાઓના ટ્રિપલ રોલ પણ હાસ્ય ઉપજાવનાર છે. વધારામાં ત્રણે અભિનેતાઓ દ્વારા ધરાયેલ મહિલા વેશ અને ત્રણેય અભિનેત્રીઓના બિકિની સીન્સ પણ લોકો મજા પમાડશે.
ચાલો જોઇએ હમશકલ્સ ફિલ્મની તસવીરો કે પોતે જ ફિલ્મની કહાણી કહી જાય છે :

હમશકલ્સની તસવીરી ઝલક
હમશકલ્સની લેટેસ્ટ તસવીરો જોઈ સ્પષ્ટ છે કે આ ફિલ્મ ભરપૂર કૉમેડી ધરાવતી હશે.

હમશકલ્સની તસવીરી ઝલક
હમશકલ્સ ફિલ્મમાં સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ અને રામ કપૂર એમ ત્રણ હીરો છે.

હમશકલ્સની તસવીરી ઝલક
હમશકલ્સ ફિલ્મમાં સૈફ, રીતેશ અને રામ ત્રણેય ટ્રિપલ રોલમાં હોવાથી નવ હીરો થઈ જાય છે.

હમશકલ્સની તસવીરી ઝલક
હમશકલ્સમાં સૈફ, રીતેશ અને રામે મહિલા વેશ પણ ધર્યો છે.

હમશકલ્સની તસવીરી ઝલક
ત્રણેય હીરો દ્વારા મહિલા વેશ ધરતા ફિલ્મ વધુ હાસ્ય ઉપજાવનારી સાબિત થશે.

હમશકલ્સની તસવીરી ઝલક
હમશકલ્સના એક સીનમાં રામ કપૂરની મલમ-પટ્ટી કરતાં સૈફ-રીતેશ.

હમશકલ્સની તસવીરી ઝલક
હમશકલ્સ ફિલ્મના દૃશ્યમાં ત્રણ રોલમાં સૈફ, રીતેશ અને રામ તથા ત્રણેય અભિનેત્રીઓ એશા ગુપ્તા, તમન્ના ભાટિયા અને બિપાશા બાસુ.

હમશકલ્સની તસવીરી ઝલક
હમશકલ્સ ફિલ્મના દૃશ્યમાં ત્રણ રોલમાં સૈફ, રીતેશ અને રામ તથા ત્રણેય અભિનેત્રીઓ એશા ગુપ્તા, તમન્ના ભાટિયા અને બિપાશા બાસુ.

હમશકલ્સની તસવીરી ઝલક
બિપાશા બાસુ સાથે ડાન્સ કરતાં રીતેશ દેશમુખ.

હમશકલ્સની તસવીરી ઝલક
મહિલા વેશધારી રીતેશ દેશમુખ સાથે રોમાંસ કરતાં સૈફ અલી ખાન.

હમશકલ્સની તસવીરી ઝલક
આ તસવીર વધુ હાસ્ય ઉપજાવનારી છે કે જેમાં રીતેશ દેશમુખ અને સૈફ અલી ખાન પોતાના જ હમશકલ્સ સાથે દેખાય છે.

હમશકલ્સની તસવીરી ઝલક
હમશકલ્સના એક દૃશ્યમાં રીતેશ અને સૈફ.

હમશકલ્સની તસવીરી ઝલક
રીતેશ-સૈફની આ તસવીર જોઈ કોઈ પણ કહી શકે કે હમશકલ્સ જોવામાં મજા પડી જશે.

હમશકલ્સની તસવીરી ઝલક
સૈફ-રીતેશ.

હમશકલ્સની તસવીરી ઝલક
રીતેશ-સૈફની આ તસવીર પણ હમશકલ્સની કહાણી મોટાભાગે કહી જાય છે.

હમશકલ્સની તસવીરી ઝલક
એશા ગુપ્તા સાથે રોમાંસ કરતાં સૈફ.

હમશકલ્સની તસવીરી ઝલક
હવે એ જ સૈફ તમન્ના ભાટિયા સાથે રોમાંસ કરતાં નજરે પડે છે.

હમશકલ્સની તસવીરી ઝલક
ફિલ્મના એક દૃશ્યમાં ડાન્સ કરતાં સૈફ-તમન્ના.

હમશકલ્સની તસવીરી ઝલક
ફિલ્મના એક દૃશ્યમાં તમન્ના સાથે ડાન્સ કરતાં સૈફ.

હમશકલ્સની તસવીરી ઝલક
તમન્ના ભાટિયા, બિપાશા બાસુ અને એશા ગુપ્તાએ પહેરેલી બિકિની પણ હમશકલ્સની યૂએસપી બની રહેશે.












Click it and Unblock the Notifications
